ETV Bharat / state

વાપી ESI હૉસ્પિટલના ડૉકટર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ - વાપી ESI હોસ્પિટલ ન્યૂઝ

વાપીઃ  શહેરમાં આવેલી ESI હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પર શનિવારે બે મહિલા સુરક્ષા ગાર્ડે જાતીય સતામણીની ફરિયાદ વાપી GIDC પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાં મુજબ ડૉક્ટર તેમને અવારનવાર પજવણી કરતો હતો. પરંતુ, તે ડૉક્ટરને તાબે ન થતાં તેમને પૈસાની પણ લાલચ આપી હતી. હાલ, પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી
author img

By

Published : Nov 17, 2019, 5:29 PM IST

મળતી વિગતો પ્રમાણે, વાપીની ESI હૉસ્પિટલમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અનિલ સહારે હૉસ્પિટલમાં ઓફિસમાં ચા-નાસ્તો આપવા માટે 22 વર્ષીય મહિલા સુરક્ષા ગાર્ડને નોકરી પર રાખી હતી. જેમને અવારનવાર કામના બહાને બોલાવી તેમની સાથે શારિરીક અડપલા કરતો હતો.

વાપી ESI હૉસ્પિટલના ડૉકટર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ

મહિલા તબીબને તાબે ન થઈ ત્યારે તેને પૈસાની લાલચ આપી હતી અને પત્નીની ગેરહાજરીમાં ઘરે આવવા જણાવ્યું હતું. આમ, રોજેરોજ થતાં શારિરીક અને માનસિક શોષણથી ત્રાસીને મહિલાએ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે ડૉક્ટરેને તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. એટલે રોષે ભરાયેલી મહિલાઓએ હ્યુમન રાઇટ્સની ટીમને બોલાવી હૉસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ડૉક્ટર પર ચંપલ ફેંકીને તેની પર ગાળો ભાંડી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક ધોરણે હૉસ્પિટલ પહોંચીને તેમણે ડૉક્ટરની ધરપકડ કરી હતી.

Intro:Location :- વાપીવાપી :- વલસાડ જિલ્લાના વાપી ખાતેની ESI હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પર શનિવારે બે મહિલા સુરક્ષા ગાર્ડે જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. મહિલાઓએ આ મામલે ESI હોસ્પિટલમાં હંગામો મચાવી ડોકટર પર ચપ્પલ ફેંકી તેમની સામે વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ડોક્ટર તેમને કિસ કરી અવારનવાર પજવણી કરતો હોય તેની ફરિયાદ કરતા તેમને નોકરીમાંથી કાઢી મૂકી હતી.Body:આ અંગે મળતી વિગતો મુજબ વાપીની ESI હોસ્પિટલ ખાતે મેડિકલ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અનિલ સહારેએ હોસ્પિટલમાં ઓફિસમાં ચા-નાસ્તો આપવા માટે 22 વર્ષીય મહિલા સુરક્ષા ગાર્ડને નોકરી પર રાખી હતી. જે બાદ આ તબીબ આ મહિલા સાથે ઓફિસમાં અવારનવાર પજવણી કરતો હતો.
મહિલા તબીબને તાબે નહીં થતા તેને અન્ય મહિલાને નોકરી પર રાખી તેની સાથે અડપલા કરવાની કોશિષ કરી હતી. જે દરમ્યાન પોતે પણ ઓફિસમાં આવી જતા તબીબે બંનેને પોતાની નજીક ખેંચી કિસ કરી હતી. અને પોતે મહિને 2 લાખનો પગાર મેળવતો હોય કંઈ પણ જરૂર પડે તો કહેજે તેમ કહી તેમની પત્નીની ગેરહાજરીમાં ઘરે બોલાવી હતી.
પરંતુ મહિલાએ તેની વાત માનતા તેના ઘર સુધી તેનો પીછો કરતો હતો. આખરે તબીબના આ વર્તનથી ત્રાસીને સઘળી હકીકત તેમના પતિને જણાવી દેતા તેમના પતિ સાથે મળી તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી તબીબે બંનેને નોકરીમાંથી કાઢી મુકતા મહિલાઓએ હ્યુમન રાઇટ્સની ટીમને બોલાવી હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી. મહિલાઓએ ડોકટર પર ગળોનો વરસાદ વરસાવી ચપ્પલ ફેંક્યું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તબીબની ધરપકડ કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં મહિલા ગાર્ડે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.Conclusion:હાલ આ સમગ્ર મામલે GIDC પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ તબીબ પર આ પહેલા પણ એક મહિલા સાથે અડપલાં કરવાની ફરિયાદ નોંધાઇ હતી. અને તે રંગીન મિજાજ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.