ETV Bharat / state

પારડીના ખડકી ગામેથી બે કદાવર દીપડા પાંજરે પુરાયા

author img

By

Published : Jan 24, 2021, 11:41 AM IST

પારડી તાલુકાના ખડકી ગામે તા. 21 ના રોજ વાછરડાનું મારણ કરતા કરનાર બે જેટલા દીપડા ફરતા હોવાનું જંગલ વિભાગે સ્થળ ઉપર તપાસ કરતા બહાર આવ્યું હતું. જે બાદ તેમણે ખડકી ગામે વિવિધ વિસ્તારમાં દીપડાને પકડવા માટે બે પાંજરા ગોઠવાયા હતા. આ સાથે જ નાઈટ વિઝન CCTV પણ ગોઠવ્યા હતા. જે બાદ ગત રાત્રે એક દીપડો પાંજરે પુરાયો અને ત્યાર બાદ સવારે અન્ય એક મળી બે કદવાર દીપડા પાંજરે પુરાયા છે જેને લઇ સ્થાનિકો એ હાશકારો આનુભવ્યો છે.

પારડીના ખડકી ગામેથી બે કદાવર દીપડા પાંજરે પુરાયા
પારડીના ખડકી ગામેથી બે કદાવર દીપડા પાંજરે પુરાયા
  • છેલ્લા દોઢ માસ થી ખડકીની આસપાસમાં પશુના મારણ કરતા હતા દીપડા
  • લોકો રાત્રી દરમ્યાન ઘરમાંથી નીકળવાનું ટાળતા હતા
  • બે કદાવર દીપડા આખરે પાંજરે પૂરતા સ્થાનિકોએ હાશકારો લીધો

વલસાડ : છેલ્લા દોઢ માસ કરતા વધુ સમયથી પારડી અને તેની આસપાસના ગામોમાં દીપડાની દહેશત અને કેટલાક સમયથી અનેક પશુપાલકોના ગભાણમાં મુકેલા પશુનું મારણના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા હતા. જેને લઇ જંગલ ખાતું હરકતમાં આવ્યું હતું. પરંતુ દીપડા પકડમાં આવતા નહોતા.

એક સાથે બે દીપડા પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

ખડકી ગામે ગત તા. 21 ના રોજ સ્થાનિક રહીશના ગાભણમાં મુકેલ એક વાછરડીનું મારણ દિપડાએ કરતા સમગ્ર બાબતે પારડી જંગલ વિભાગની ટીમને સરપંચ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જે બાદ જંગલ વિભાગે સ્થળ ઉપર તપાસ કરતા બે દિપડા ફરતા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ તેમણે નાઈટ વિઝન કેમેરા અને ત્રણ સ્થળ ઉપર મારણ મૂકી પીંજરા ગોઠવ્યા હતા. જે બાદ ગત રાત્રે તેમને સફળતા મળી હતી. બન્ને દીપડાને હાલ જંગલ વિભાગે કબ્જે લઇને આગળની કાર્યવાહી સારું કરી છે. આમ છેલ્લા કેટલાક સમયથી પારડી અને આસપાસના વિસ્તારમાં જે ડરનો માહોલ હતો. તે હવે બે દીપડા પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.