વલસાડઃ શહેરના દશેરા ટેકરી ખાતે આવેલા APMC માર્કેટને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સાથે શહેરમા બંધ કરીને નેશનલ હાઇવે નમ્બર 48 ધમડાચી ખાતે નવા બની રહેલા માર્કેટમાં શરૂ કરવામાં આવે તે માટે વહીવટી તંત્ર વ્યવસ્થા કરી છે. જો કે, નવી માર્કેટમાં જવા માટે વેપારીઓ તૈયાર નથી જેની પાછળનું મુખ્ય કારણ અહીંની પઘડી સિસ્ટમ છે.
લોકડાઉનના સમયમાં એક દુકાન લેવા વેપારીએ રૂપિયા 40 લાખ ચૂકવવાના રહેશે તો વેપારી કેરી સિઝનમાં કમાણી શુ કરશે અને ખાશે શું ? જેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે, ત્યારે વેપારીઓએ પણ કલેક્ટરને આવેદન પત્ર આપીને માર્કેટ શહેરની બહાર ન લઈ જવા માટે રજૂઆત કરી છે.
વલસાડ જિલ્લો એ કેરી માટે જાણીતો છે અને આ વર્ષે કેરી નો પાક 35 ટકા ઉતરશે એવું બાગાયત વિભાગના સૂત્રો માની રહ્યા છે અને કેરી માર્કેટમાં નિયમીત આવતા 15 દિવસનો સમય લાગશે. જો કે, લોકડાઉનને લઈ ને જ્યાં કેરી વેચાણ અર્થે આવે છે. એ વલસાડ શહેરની વચ્ચે આવેલી APMC કેરી માર્કેટને વહીવટી તંત્રએ તકેદારીના ભાગ રૂપે બંધ કરવાનો હુકમ કર્યો છે. જેને કારણે અહીંના વેપારીઓ મુંઝવણમાં મૂકાયા છે.
સાથે જ આ માર્કેટ હાઇવે ઉપર નવી બની રહેલી APMC માર્કેટ ધમડાચી ગામે વૈકલ્પિક રીતે શરૂ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ સુવિધાઓનો અભાવ તેમજ એક દુકાન ખરીદી માટે વેપારીએ પાઘડી સીસ્ટમ દ્વારા 40 લાખ ચૂકવવાના રહેશે, તો અહીં દુકાન શરૂ કરી શકે એમ હોય લોકડાઉન અને મંદીના સમયમાં સ્થાનિક વેપારીઓ ખેડૂતોને કેરીના પૈસા ચૂકવશે કે, કેરીનો વ્યપાર કરશે કે, દુકાન ખરીદી કરશે વેપારીને એક દુકાનના 40 લાખ આપવાએ મંદીમાં ભારી પડે તેમ છે.
વલસાડ દશેરા ટેકરી ઉપર APMC માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીઓએ વચ્ચેનો માર્ગ કાઢવા માટે પણ કલેક્ટરને રજુઆત કરી છે. વેપારીઓનું કહેવું છે કે, ભલે વેપાર ત્યાં કરીએ પણ ઓફિસોનો નાણાકીય વ્યવહાર અને વહીવટ માટે વલસાડ શહેરની જ ઓફિસ ચાલુ રાખવા માટે પરવાનગી આપો.
જો કે, આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, ત્યારે બીજી તરફ ધમડાચી માર્કેટ શરૂ કરવા APMC દ્વારા કામગીરી જોરશોરથી શરૂ કરાઇ છે. લાઇટિંગ વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સહિત મોબાઈલ ટોયલેટ વાન લાવવામાં આવશે APMCના સેક્રેટરીએ જણાવ્યું હતું. જો કે, હવે અહીં ખેડૂતો આવવા તૈયાર છે. પણ જો વેપારી જ અહીં નવી માર્કેટમાં ન આવે તો કેરી ખરીદશે કોણ ??