ETV Bharat / state

પારડીના પરિયા ગામમાં વેક્સિન લેવા આવેલા યુવાનો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે સાંજે તમામ જિલ્લાઓમાં 18થી 45 વર્ષની વયના લોકોનું કોરોના વેક્સિનેશન કરવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત વલસાડમાં પણ આજે સવારથી જ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પરંતુ વેક્સિન લેવા આવેલા યુવાનો જાણે ભાન ભૂલ્યા હોય તેવું વર્તન કરી રહ્યા હતા. વેક્સિન લેવા આવેલા યુવાનોએ ખૂલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પારડી તાલુકાના પરિયા ગામમાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં લોકો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા ગીચોગીચ એક જ જગ્યાએ ભેગા થયા હતા.

પારડીના પરિયા ગામમાં વેક્સિન લેવા આવેલા યુવાનો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
પારડીના પરિયા ગામમાં વેક્સિન લેવા આવેલા યુવાનો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
author img

By

Published : Jun 4, 2021, 5:15 PM IST

  • વલસાડ જિલ્લામાં આજથી 25 આરોગ્ય કેન્દ્ર પરથી 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ
  • વિવિધ આરોગ્ય કેન્દ્રો પર યુવાનોએ વેક્સિન લેવા માટે કરી પડાપડી
  • પરિયા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
  • આરોગ્ય કર્મીઓના વારંવાર કહેવા છતાં લોકોએ ભારે ભીડ ભેગી કરી

વલસાડઃ મુખ્યપ્રધાનની જાહેરાત બાદ વલસાડ જિલ્લામાં પણ 18થી 45 વર્ષની વયના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. પારડી તાલુકાના પરિયા ગામમાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં વેક્સિન લેવા આવેલા યુવાનો તો વેક્સિન લેવાની ઉતાવળમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. એટલે કે અહીં સોશિયલ ડિસ્ટન્સના ખૂલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. પરિયા ગામ અટલે કે જિલ્લાના સાંસદ ગામમાં આવેલા આ સેન્ટર પર આવા દૃશ્યો જોવા મળ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, આરોગ્ય કર્મચારીઓએ યુવાનોને ટોળે ન વળવા ટોક્યા પરંતુ એક પણ યુવાન માન્યો નહીં.

વિવિધ આરોગ્ય કેન્દ્રો પર યુવાનોએ વેક્સિન લેવા માટે કરી પડાપડી

આ પણ વાંચો- ETV Bharat અગ્રેસર : રાજ્યમાં 1200 કેન્દ્રો પર હવે થશે 18 વર્ષથી ઉપરનાનું વેક્સિનેશન, ETV Bharatએ 1 જૂને રજૂ કર્યો હતો અહેવાલ

જિલ્લામાં 25 સ્થળ પર વેક્સિનેશન શરૂ

જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં આજે વહેલી સવારથી 18 વર્ષથી 45 વર્ષ સુધીના તમામ લોકોને વ્યક્તિના ડોઝ આપવાની કામગીરી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને 25 જેટલા સ્થળો ઉપરથી શરૂ કરવામાં આવી છે. અંદાજિત 5,000 લોકોને એક જ દિવસમાં વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે વહેલી સવારથી વિવિધ સ્થળો પર વેક્સિન મૂકવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા.

પરિયા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

પરિયા ગામના વેલનેસ સેન્ટર પર સ્થાનિકો કરતા બહારથી આવેલા યુવાનોની ભારે ભીડ જામી

આજથી શરૂ થયેલા વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત વેક્સિન મૂકાવવા યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. પરિયા ગામ એટલે કે સાંસદના ગામમાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર પણ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે સ્થાનિક યુવાનો કરતાં વાપી અને શહેરી વિસ્તારના અનેક યુવાનો વેક્સિનેશન કરાવવા માટે રજિસ્ટ્રેશન વિના વેલનેસ સેન્ટર ઉપર આવી પહોંચ્યા હતા. આથી વેલનેસ સેન્ટર ઉપર ભારે ભીડ જોવા મળી હતી અને અહીં આગળ લોકો લાઈનમાં ઊભા રહેવાનું ભૂલી જતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા.

આરોગ્ય કર્મીઓના વારંવાર કહેવા છતાં લોકોએ ભારે ભીડ ભેગી કરી

આ પણ વાંચો- અમદાવાદમાં સ્ટેડિયમ ખાતે ખાનગી હોસ્પિટલને પેઈડ ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન માટે મંજૂરી અપાઈ

વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે લોકોની પડાપડી

પરિયા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બહારથી આવેલા અનેક લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે મોટી સંખ્યામાં ટોળે વળી ગયા હતા જેના કારણે એમ લાગતું હતું કે પરિયા વિસ્તારમાં કોરોના છે જ નહીં અને જો ત્રીજી લહેર શરૂ થશે તો તેનું મુખ્ય કારણ આરોગ્ય કેન્દ્ર પર એકત્ર થતી ભીડને જ હશે એવું જણાઈ આવતું હતું. વારંવાર આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તાકીદ કરવા છતાં પણ લોકો રજિસ્ટ્રેશન કરાવવા માટે ટેબલની આસપાસ કે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતાં વ્યક્તિ પાસે ટોળે વળેલા ઊભેલા જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લામાં આજથી 25 આરોગ્ય કેન્દ્ર પરથી 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ

જિલ્લામાં લગ્ન પ્રસંગમાં એકત્ર થતા અને ટોળે વળતાં લોકો સામે થઈ રહી છે કાર્યવાહી

આજે વેક્સિનેશન માટે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, જો જિલ્લામાં થતા લગ્ન પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરતી હોય તો આરોગ્ય વિભાગમાં થઈ રહેલા સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.