- સુખલા તાલુકા પંચાયત બેઠક ઉપર 23 વર્ષીય શિક્ષિત યુવતીએ ઉમેદવારી ફોર્મ ભર્યું
- કોંગ્રેસ પક્ષમાં સૌથી નાની ઉંમર ધરાવતી ઉમેદવારે ઉમેદવારી નોંધાવી
- ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી વિકાસને ગતિ આપવા મક્કતા દર્શાવી
વલસાડઃ કપરાડા તાલુકા પંચાયત માટે સુખાલા બેઠક ઉપરથી સૌથી નાની વયની ઉમેદવાર એટલે કે 23 વર્ષની ઉમેદવારે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. પટેલ કૂંજાલી જેમણે MSCની ડિગ્રી મેળવી છે, તેમણે તાલુકા પંચાયત કચેરી ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.
રાજનીતિમાં યુવાનોએ આગળ આવવું જોઈએ
ETV BHARAT સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, કપરાડા તાલુકામાં અનેક વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી. ખાસ કરીને શિક્ષણની વ્યવ્યસ્થામાં નેટવર્ક ન હોવાથી વિદ્યાર્થીઓઓને મુશ્કેલી પડી રહી છે. આરોગ્યની બાબતમાં પણ યોગ્ય સારવાર નથી મળતી. જેથી તેમણે યુવાનોને રાજકારણમાં આગળ આવીને જોડાવવા માટે કહ્યું હતું.
કોંગ્રેસનો આભાર વ્યક્ત કર્યો
કૂંજાલી પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે તેમને નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ માટે ટિકિટ આપીને જે ચૂંટણી લડવા માટેની તક આપી છે તે માટે તેનો આભાર માને છે. આગામી દિવસોમાં તે સુખલા તાલુકા પંચાયત બેઠક ઉપરથી વિજય રહેશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.