ETV Bharat / state

મશરૂમની ખેતી અને મબલખ કમાણી, મહિલાઓને આપવામાં આવે છે વિશેષ તાલીમ - વલસાડમાં મશરૂમની ખેતી

કોરોના પર કાબૂ મેળવવા માટે લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિક્ષાન કેન્દ્ર અંભેટીએ લોકોને અલગ રાહ ચીંધી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વલસાડ જિલ્લાની વિવિધ મહિલાઓને પગભર બનાવવા માટે મશરૂમની ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેમાં 500થી વધુ લોકોએ તાલીમ મેળવી છે.

ETV BHARAT
ઓછા ખર્ચે વધુ ફાયદો મેળવવા વલસાડની મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી
author img

By

Published : Jun 25, 2020, 6:23 PM IST

વલસાડઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે સ્વસહાય જૂથની મહિલાઓને પગભર કરવા માટે વિવિધ ખેતી અંગેના પ્રકરણો આપવામાં આવી રહ્યા છે. જેમાં ગત 5 વર્ષથી સતત 500થી વધુ ભાઈઓ-બહેનોને મશરૂમની ખેતી અંગેની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ પારડી અને કપરાડા તાલુકાના ગામોની મહિલાઓને પગભર બનાવવા માટે ખૂબ ઉપયોગી થઇ છે. જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઓછી મહેનતે વધુ આવક મેળવવા માટે વલસાડ જિલ્લાની મહિલાઓ મશરૂમની ખેતી તરફ વળી રહી છે.

ઓછા ખર્ચે વધુ ફાયદો મેળવવા વલસાડની મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી

પારડી તાલુકાના ધોધડકુવા ગામે 20થી વધુ મહિલાઓનું એક ગ્રુપ લોકડાઉનના સમયમાં મશરૂમનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરી રહ્યું છે. મહિલાઓ આ મશરૂમમાં પ્રતિ કિલોએ રૂપિયા 500 જેટલી આવક મેળવી રહી છે.

ETV BHARAT
મશરૂમની ખેતીની તાલીમ

ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે ગત કેટલાક સમયથી વિવિધ પ્રશિક્ષણ અને તાલીમનું આયોજન કરવામાં આવે છે. જે પૈકી ગત 5 વર્ષમાં 500થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોને મશરૂમની તાલીમ આપવામાં આવી છે. જેથી અનેક મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી છે.

ETV BHARAT
મહિલાઓએ મશરૂમથી ખેતી શરૂ કરી

લોકડાઉનમાં પારડી અને કપરાડા તાલુકાના વિવિધ ગામોમાં અનેક મહિલાઓના જૂથને મશરૂમના સિલિન્ડર ભરવા અંગેનું પ્રશિક્ષણ અને લોકડાઉનના સમયમાં મશરૂમની ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગેની પણ સંપૂર્ણ માહિતી અપાઈ છે. જેથી કરીને મહિલાઓ મશરૂમની ખેતી દ્વારા સારી આવક મેળવી શકે.

વલસાડ જિલ્લામાં ઓઇસ્ટર અને પિંક મશરૂમ નામના 2 પ્રકારના મશરૂમનું સરળતાથી ઉત્પાદન થઇ શકે છે. મશરૂમની ખેતીમાં 25માં દિવસે ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે. આ સાથે જ સામાન્ય ઘરમાં જ તેનું ઉત્પાદન કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, મશરૂમમાંથી ભરપૂર પ્રોટીન મળે છે. તે ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ અન્ય બિમારીઓ સામે ખૂબ સારૂં પરિણામ આપે છે. જેથી ડૉક્ટર્સ પણ અનેક દર્દીઓને પ્રોટીનના સ્ત્રોત તરીકે મશરૂમનો ખોરાક લેવાની સલાહ આપે છે. જેના કારણે માર્કેટમાં તેની ખૂબ મોટા પ્રમાણમાં માગ રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.