ETV Bharat / state

વલસાડના ડુંગરી ગામે બ્રિજની કામગીરીને લઈ રેલવે ફાટક બંધ, ગામના સરપંચે કર્યો વિરોધ

વલસાડના ડુંગરી ગામે રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહી છે. જેથી લોકો ત્રાહિમામ થયા છે અને ગામના સરપંચ દ્વારા રેલવે ફાટક ખોલવામાં નહી આવતા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

વલસાડના ડુંગરી ગામે રેલવે તંત્ર ગેટ નહિ ખોલતા સરપંચે ટ્રકો અટકાવી

author img

By

Published : Oct 30, 2020, 1:50 PM IST

  • રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે
  • રેલવે ફાટક વાહનચાલકો માટે બંધ
  • સરપંચ દ્વારા બ્રિજની કામગીરીમાં આવતી ટ્રકો અટકાવાઇ

વલસાડઃ શહેર નજીકમાં આવેલા ડુંગરી ગામે રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહી છે. રેલવે ફાટક વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી લોકો ત્રાહિમામ થયા હતા સરપંચ દ્વારા બ્રિજની કામગીરીમાં આવતી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને જ્યા સુધી રેલવે ફાટક ખોલવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

રેલવે ઓવરબ્રિજ કામગીરી 350 વર્ષથી છે શરૂ

વલસાડ નજીક આવેલા ડુંગરી ગામે રેલવે ઓવરબ્રિજને બનાવવાની કામગીરીને પગલે રેલવે તંત્રએ છેલ્લા સાડા ત્રણ વર્ષથી એલ,સી. ગેટ નંબર 102 ને બંધ કરી દીધો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા આશરે 15 થી વધુ ગામના લોકોને અવર - જવર કરવા માટે ભારે મુશ્કેલીઓ પડતી હતી અને હાલ આ રેલવે ફાટક પરથી ટુ વિલર વાહનો કે, ભારે વાહનો અવર જવર કરી શકતા નથી. બ્રિજની કામગીરી પણ સંપૂર્ણ પણે બંધ હોવાથી આ વિસ્ત્તારના રહેવાશીઓમાં રેલવે તંત્ર માટે ભારે રોષ ફેલાયો હતો.

વલસાડના ડુંગરી ગામે રેલવે તંત્ર ગેટ નહિ ખોલતા સરપંચે ટ્રકો અટકાવી

રેલવેના કામમાં ચાલતી ટ્રેકોની કરાઇ અટકાયત

જેને લઇને ડુંગરી ગાનના સરપંચ સમીરભાઈ પટેલ તેમજ અન્ય બીજા ગામના રહેવાશીઓ અને સરપંચોએ ભેગા મળી રેલવેના કામમાં ચાલતી ટ્રેકોને અટકાવી હતી અને જ્યાં સુધી ડુંગરી ફાટકનો ગેટ ખોલવા માટે રેલવે તંત્ર કોઈ નિર્ણય નહિ લે ત્યાં સુધી જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શ કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી.

જોકે આ બનાવ બાદ વિશ્વશનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજરોજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાંસદ સહીતના આગેવાનોએ એક મીટિંગ કરી ડુંગરી એલ.સી.ગેટ નંબર 102ને ખોલવા માટે આજથી મંજૂરી આપવા માટે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. તેવી ચર્ચો ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.