- વલસાડમાં પાંડે પરિવાર દ્વારા માતાની 19મી પુણ્યતિથિના ભાગરૂપે દવાઓનું દાન
- સતત 11 વર્ષથી જરૂરિયાતમંદોને કરે છે દવાઓની સહાય
- જિલ્લા કલેકટર આર. આર. રાવલે પાંડે પરિવારની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી
વલસાડ : શહેરના સૌથી જૂના અને જાણીતા એવા સ્વર્ગીય કૈલાસનાથ પાંડે દ્વારા છેલ્લા 11 વર્ષથી નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં તેમના ધર્મપત્નીની પુણ્યતિથિ નિમિત્તે દવાઓ ગ્લુકોઝ બોટલો તેમજ ઇન્જેક્શનનું જરૂરીયાત મંદને વિતરણ કરાય છે.
6 લાખની દવાઓનું કરવામાં આવ્યું દાન
પાંડે પરિવારના માતા સ્વર્ગસ્થ મીનાબેન કૈલાશનાથ પાંડેની 19 મી પુણ્યતિથિના ભાગ સ્વરૂપે બુધવાર નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીવન રક્ષક દવાઓ તેમજ ગ્લુકોઝની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાત મંદ લોકોને છ લાખની દવાઓ દાન કરવામાં આવ્યું હતું.
11 વર્ષથી સતત આ સેવાકીય કામગીરી પાંડે પરિવાર દ્વારા કરાય છે
11 વર્ષથી સતત પાંડે પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકો ને દર વર્ષે ગ્લુકોઝની બોટલ તેમજ જીવન રક્ષક દવાઓ દાન હોસ્પિટલમાં કરવામાં આવે છે જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને સમયસર નિશુલ્ક પણ તેનો લાભ મળી રહે
જિલ્લા કલેક્ટરે પાંડે પરિવાર ની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી
નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માં યોજાયેલ આ દવા વિતરણના આ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા વલસાડ જિલ્લા કલેકટર આરય પાંડે પરિવાર દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ અને બિરદાવી હતી તેમણે કહ્યું કે સમાજમાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ છેવાડાના માનવી ની સમસ્યાઓ દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આજે આ કાર્યક્રમ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટર આર રાવલ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ડીવાયએસપી મનોજ સિંહ ચાવડા વલસાડ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ નગર પાલિકાના શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી ભીડભંજન મહાદેવ ના સંચાલક શિવજી મહારાજ અને મુસ્લિમ અગ્રણી જાહિદ દરિયાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા