ETV Bharat / state

ધરમપુરમાં સને 1886માં સ્થાપિત લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિધાર્થીઓ માટે બની ઉપયોગી - naran devji library

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે 1886માં સ્થાપિત શ્રીમંત મહારાણાના રામદેવજી લાઇબ્રેરી હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહી છે. ધરમપુર અને તેની આસપાસમાં આવેલા દોઢસોથી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે અહીંયા જ સ્પર્ધાત્મક પરીક્ષાના વાંચન સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

Valsad
Valsad
author img

By

Published : Mar 26, 2021, 1:46 PM IST

  • 12000 હિન્દી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં પુસ્તકો ઉપલબ્ધ છે
  • સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીમાં વિશેષ વાંચન સાહિત્ય ઉપલબ્ધ છે
  • હાલમાં જ અહીં વાંચન અર્થે આવતા ત્રણ વિદ્યાર્થીઓ GPSCની પરીક્ષામાં પ્રથમ ચરણમાં પાસ થયા હતા
  • 835 વર્ષ જૂની લાઇબ્રેરીએ આજે પણ તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે

વલસાડ: રજવાડી નગરી ધરમપુરમાં રાજવી સમયમાં તારીખ એક દસ 1886ના રોજ સ્થાપિત કરવામાં આવેલી શ્રીમંત મહારાણા નારણ દેવજી લાઇબ્રેરી આજે 835 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમ છતાં હજુ પણ તે તમામ લોકોની વાંચન ભૂખ સંતોષવા માટે સદા તત્પર છે. આ લાઇબ્રેરીમાં અંદાજિત બાર હજારથી વધુ પુસ્તકો તેમજ ધરમપુરના ઇતિહાસ સાથે જોડાયેલા અનેક પુસ્તકો અહીં મોજુદ છે.

ધરમપુરમાં સને 1886માં સ્થાપિત લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિધાર્થીઓ માટે બની ઉપયોગી

આ પણ વાંચો : અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામડામાં લાઇબ્રેરી શરૂ કરાઇ

12,000 કરતાં વધુ પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ

લાઇબ્રેરીમાં પોતાની વાંચન ભૂખ સંતોષવા માટે આવતા વિદ્યાર્થીઓને દરેક પ્રકારનું સાહિત્ય મળી રહે એ માટે 835 વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી માધ્યમ તેમજ નાના બાળકો માટેની પણ વિશેષ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં તમામ પ્રકારનું વાંચન સાહિત્ય અહીં વાંચન કરવા આવનારને સરળતાથી મળી રહે છે.

લાઈબ્રેરી
લાઈબ્રેરી

નવસારી અને ડાંગના વિદ્યાર્થીઓ પણ વાંચન માટે આવે છે

ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં 135 વર્ષથી સતત કાર્યરત રહેલી આ લાઇબ્રેરી હાલ નગરપાલિકા હસ્તક છે. પરંતુ અહીં આવનારા વિદ્યાર્થીઓ તેમજ વાંચનપ્રિય લોકો માત્ર ધરમપુર અને તેની આસપાસના ગામોમાંથી જ નહીં, પરંતુ નવસારી જિલ્લાનાં ખેરગામ તેમજ વાંસદા તાલુકાના સાથે આહવા ડાંગ વિસ્તારમાંથી પણ અહી લોકો વાંચન માટે આવે છે.

લાઈબ્રેરી
લાઈબ્રેરી

ઘરમાં બેસીને વાંચન કરવું એના કરતાં લાયબ્રેરીનો માહોલ કંઈક અલગ હોય છે

અહીં વાંચન અર્થે આવતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, ઘરમાં બેસીને વાંચન કરવું અને લાઇબ્રેરીમાં બેસીને વાંચન કરવું એ બંને વચ્ચે જમીન- આસમાનનું અંતર છે. લાઇબ્રેરીમાં આસપાસના બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોઈને અહીં આવનારા તમામને પણ વાંચન માટે મન લાગતું હોય છે. જ્યારે ઘરે બેસીને અભ્યાસ કરતો વિદ્યાર્થીને પોતે એકલતાનો અનુભવ હોય છે.

આ પણ વાંચો : બાર્ટન લાઈબ્રેરીના અલભ્ય સહિતના પુસ્તકો કોમ્પ્યુટર બાદ એપમાં લાવવાની ઈચ્છા

સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અહીં વિશેષ સાહિત્ય ઉપલબ્ધ

ધરમપુર અને તેની આસપાસના દોઢસોથી વધુ ગામોના વિદ્યાર્થીઓ જેવો હાલ ગુજરાત સરકારની આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય છે. તેઓના વાંચન માટે અહીં વિશેષ સાહિત્ય ઉપલબ્ધ છે. જેના કારણે આ લાઇબ્રેરીમાં આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની વિશેષ તૈયારીનું વાંચન કરવા માટે અહીં રોજ આવે છે.

135 વર્ષથી કાર્યરત છે લાઈબ્રેરી

આમ 135 વર્ષ પહેલા શ્રીમંત મહારાણાના રામદેવજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ લાઇબ્રેરી પોતાનો હેતુ વાંચકોની વાંચન ભૂખ સંતોષવાનું કાર્ય અવિરતપણે કરતી આવી છે અને હજુ પણ સતત આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.