ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 6 સ્થળોએ અપાશે પ્રથમ તબક્કાની વેક્સિન - કોવિશિલ્ડ વેક્સિન

વલસાડ જિલ્લામાં 16મી જાન્યુઆરીએ 6 તાલુકાના 6 સ્થળો પર પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવશે. જેમાં વાપીના ડુંગરા UPHCનો સમાવેશ થતાં, UPHC ડુંગરા ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં 6 સ્થળોએ અપાશે પ્રથમ તબક્કાની કોવિશિલ્ડ વેક્સિન

author img

By

Published : Jan 16, 2021, 12:32 PM IST

  • વાપીના ડુંગરા UPHC ખાતે કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવશે
  • ડુંગરા UPHC ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
  • 100 જેટલા હેલ્થ વર્કરોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે

વાપી : વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા UPHC ખાતે શનિવારે પ્રથમ તબક્કામાં કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવશે. આ માટે ડુંગરા UPHC ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. અંદાજીત 100 જેટલા હેલ્થ વર્કરોને 5 વેક્સિનેટર ઓફિસર દ્વારા બેનીફિશરી યાદી તૈયાર કરી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અંગે વાપી તાલુકાના હેલ્થ ઓફિસર મૌનિક પટેલે વિગતો આપી હતી કે, જિલ્લામાં કોવિશીલ્ડ વેક્સિનનો જથ્થો આવી ચુક્યો છે. શનિવારે સાંસદ કે. સી. પટેલના હસ્તે વેક્સિનેશન પ્રક્રિયાનું ઉદ્ઘાટન કરી ડુંગરા UPHC ખાતે પ્રારંભ કરશે.

વલસાડ જિલ્લામાં 6 સ્થળોએ અપાશે પ્રથમ તબક્કાની કોવિશિલ્ડ વેક્સિન

બેનીફિશરી યાદી તૈયાર

વેક્સિન આપવા સમયે સૌ પ્રથમ 5 વેક્સિનેટર ઓફિસર દ્વારા બેનીફિશરીઓની યાદી તૈયાર કરી તેમને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. ત્યાર બાદ યાદી મુજબ દરેક આરોગ્ય કર્મીને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 20 તબીબો પર લેશે વેક્સિન

વેક્સિનનો ડોઝ આપ્યા બાદ 30 મિનિટ સુધી તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવશે. ડુંગરા UPHC ખાતે કુલ 100 જેટલા બેનીફિશરીઓની યાદી તૈયાર કરી છે. 10 ટકા પ્રાઇવેટ હેલ્થ વર્કર સાથે કુલ 20 જેટલા તબીબો, 30 આસપાસ આશાવર્કરો અને 40 જેટલા પેરામેડીકલ સ્ટાફનો સમાવેશ થાય છે.

વેક્સિન લેવા હેલ્થ વર્કરોમાં ઉત્સાહ

ડૉ. મૌનિક પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની વેક્સિનેશન પ્રક્રિયામાં દરેકને 0.5 M વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.આ માટે તમામ હેલ્થ વર્કરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે તમામ તકેદારી સાથે પ્રથમ તબક્કાની કોવિશીલ્ડ વેક્સિનની પ્રક્રિયા સુપેરે પાર પાડી શકીએ તે માટે તમામ આયોજન કરી લેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.