કાર્યક્રમના મુખ્ય આયોજક ગ્લોબલ ઇવેન્ટના ડો. બિનિતાએ આજે વલસાડ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે, વલસાડ જિલ્લામાં આવી સ્પર્ધાનું આયોજન પ્રથમ વાર થઇ રહ્યું છે, લોકો તરફથી પણ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સંગીતના આ મંચનું આયોજન પ્રતિભાશોધ માટે કરવામાં આવ્યું છે. જેમાંથી થતી આર્થિક આવક મોટિવેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે.
વધુમાં ડો.બિનિતાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ઇવેન્ટ દ્વારા આયોજિત સંગીત સિતારે સ્પર્ધા માટે પારડી, વલસાડ, નવસારી, બીલીમોરા જેવા વિસ્તારમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 67 જેટલા સ્પર્ધકો આગળ વધી રહ્યા છે અને આ સ્પર્ધાની ફાઇનલ આગામી તારીખ 19 મેના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થશે.આ ફાઇનલ કાર્યક્રમમાં ભાવિન શાસ્ત્રી, કિર્તીદાન ગઢવી, કેતૂલ પટેલ અને મિતાલી મહંત હાજરી આપશે. તેમજ પર્ફોમન્સ પણ આપશે, જે માટેની તમામ તૈયારીઓ શરૂ થઇ ચુકી હોવાનું જણાવાયું છે