વલસાડ: નગર પાલિકાના સિવિક સેન્ટરમાં ફરજ બજાવતો કોમ્યુટર ઓપરેટર જન્મ, લગ્નની નોંધણીના દાખલા માટે રૂપિયા 1000 ની લાંચ લેતા ACB એ રંગે હાથે ઝડપી લીધો હતો.
પાલિકામાં ACB ટીમે રેડ કરી ઓપરેટરને ઝડપી લેતા પાલિકા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ફરીયાદી વકીલાતનો વ્યવસાય કરે છે, અને તેઓના લગ્નની નોંધણી કરવા માટે ફરીયાદીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલી હતી.
જ્યારે ફરીયાદીના મોબાઈલ ૫ર 21મેના રોજ વલસાડ નગરપાલીકા તરફથી લગ્ન નોંધણી સર્ટિફિકેટ બાબતે ટેક્ષમેસેજ આવેલા હતા. ત્યારબાદ 21મેના રોજ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ૫ર લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઈ જવા તથા બે અરજીઓના રૂપિયા 500/- લેખે કુલ રૂપિયા 1000/- ની લાંચની માંગણી મનિષ નટવરભાઈ સોલંકી, કોમ્પ્યુટર ઓપરેટર, કરી હતી .
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોતા જેથી વલસાડ અને ડાંગ LCB પોલીસનો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે લાંચના છટકાનું આયોજન કરી છટકુ દરમિયાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી હતી.
સમગ્ર ACB ટ્રેપમાં અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ ACB તથા મદદમાં પી.ડી.બારોટ, પોલીસ ઈન્સ્પેક્ટર,
વલસાડ અને સ્ટાફ સાથે સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવી હતી.