ETV Bharat / state

વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે street for allનો કાર્યક્રમ યોજાયો - નૃત્યના સથવારે

વાપીમાં રવિવારનો દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઇ માટે નોખો-અનોખો હતો. વર્ષોથી ગલીમાં રમાતી રમતો આજના મોબાઈલ યુગમાં ભુલાઈ ગઈ છે. જેને વાપીના 20 હજાર જેટલા શહેરીજનોએ યાદ કરી હતી. તો ભુલાયેલી રમતો સાથે આજની યુવાપેઢીએ પોતાની મનપસંદ રમતોનો ડાન્સ અને મ્યુઝિકના સથવારે અનોખો આનંદ ઉઠાવ્યો હતો.

વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો અને નૃત્યના સથવારે માણ્યો street for allનો કાર્યક્રમ

author img

By

Published : Feb 16, 2020, 4:45 PM IST

વાપીઃ શહેરના ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપી નોટિફાઇડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેવાભાવી, રોટરી જેવી સંસ્થાઓએ Street for All નામના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો અને નૃત્યના સથવારે માણ્યો street for allનો કાર્યક્રમ
રવિવારે વાપીના શહેરીજનોએ ગલીનીએ ભુલાયેલી રમતો રમી હતી. જે આજના મોબાઇલયુગમાં સાવ ભુલાઈ ગઈ છે. ગુંજન વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં સેલ્ફી પોઇન્ટ પર લોકો સેલ્ફી લેતા હતા. યોગગુરુ પાસે યોગાસન શીખતાં હતાં. યુવાનો ગિલ્લી ડંડા રમતા હતાં, બાળકો હિન્દીગીતના સથવારે ડાન્સ કરતા હતા. કેટલાય યુવાનો અને યુવતીઓ પોતાનું કૌવત બતાવવા રાસ્સાખેંચમાં ભાગ લઈ તાકાતનો પરચો બતાવતા હતાં, તો ગાયકી ક્ષેત્રે પોતાના કંઠનો જાદુ પાથરતા બાલકલાકારો ડીજેના તાલે મોટેરાઓને નચાવતા હતા. કોઈ કેરમ ઉસ્તાદ કેરમ રમ્યા, સટોળીયું, નારગોલ, લ્યુડો, ક્યુબ સોલ્યુશન રમતા બાળકો સાથે કોઈ બાળક શતરંજમાં માત આપતો હતો. યુવાનો અને યુવતીઓ ફ્યુઝન ડાન્સ, અરેબિક ડાન્સ, હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે દાંડિયા રમતા હતા, તો બાળકો ટાયર ગેમ, સ્કેટિંગ, પાટિયા ચાલ અને દોરડા કુદતા હતાં. આ બધી જ રમતો વાપીમાં હતી, જેને વાપીના શહેરીજનો Street for allના નેજા હેઠળ ઉમળકાભેર માણી હતી. આ અદભુત કાર્યક્રમ અંગે વાપી વાસીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો સમયાંતરે થતાં રહેવા જોઈએ જેથી ભુલાયેલી રમતો અને સંસ્કૃતિનું જતન થઈ શકે. વાપીમાં અન્ય જિલ્લા કે, રાજ્યમાંથી સ્થાયી થયેલા લોકોએ આ કાર્યક્રમમાં પરિવાર સાથે આવી વિસરાયેલીએ જૂની રમતો રમી હતી. જે તેઓ આજના આધુનિક યુગમાં સાવ ભૂલી ગયા હતા. કેટલાકે પોતાના બાળમિત્રોને યાદ કર્યા હતા જેની સાથે આ રમતો રમતા હતા.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ગુંજનનો અંબામાતા માર્ગ શેરી રમતોનો માર્ગ બન્યો હતો. જેમાં વાપીના 20,000 જેટલા શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લઇ પ્રાચીન-અર્વાચીન રમતો રમી શારીરિક તંદુરસ્તી મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.