ETV Bharat / state

વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરે છે વલસાડની આ શાળા!

વલસાડઃ વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતાની સાબિતિ વલસાડના કોપરલીની પ્રાથમિક શાળા આપી રહી છે. શાળામાં પાંચ ઓરડા હોવા છતાં પતરાના શેડ નીચે ચાલી રહી છે આ શાળા. જો ગ્રામપંચાયતની મદદ ન મળી હોત તો આ પતરાંનો શેડ પણ પ્રાપ્ત ન થયો હોત. શિક્ષણવિભાગ દ્વારા શાળાના 65 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. તંત્રના આ વલણના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરે છે વલસાડની આ શાળા!
author img

By

Published : Jul 12, 2019, 1:35 PM IST

વલસાડ જિલ્લાના કોપરલી ગામે ઝેરી કુંડી ફળિયામાં આવેલી એક થી પાંચ ધોરણની સ્કૂલમાં કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2016માં સ્કૂલના બનેલા પાંચ જેટલા ઓરડામાં જર્જરિત બન્યા છે. આ બિસ્માર ઓરડા નીચે બેસવુ એટલે માનો કે મોતને આમંત્રણ આપવુ. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા એ વિકટ પ્રશ્ન બની ગયો હતો. શિયાળો અને ઉનાળા તો સ્કુલના કમ્પાઉન્ડમાં મંડપ ઉભો કરીને તેની નીચે શાળા ચલાવી કાઢી નંખાયો. પરંતુ ચોમાસામાં શું કરવુ તે અંગે શિક્ષકો મુંઝવણાં મુકાયા છે. ઉકેલરુપે ગામમાં સત્સંગ માટે બનાવેલા પતરાના શેડમાં બાળકોને ખસેડવા માટે તજવીજ હાથ ધરાઈ. પરંતુ તે જગ્યા બાળકોની સંખ્યાની સરખામણીમાં નાની હોવાથી તે વિચાર પડતો મુકાયો.

વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરે છે વલસાડની આ શાળા!

આ મુશ્કેલીઓ વચ્ચે કોપરલી ગામના સરપંચ મદદ માટે આગળ આવ્યા. ગ્રામ પંચાયતનાં સહયોગથી સ્કૂલના કમ્પાઉન્ડમાં સિમેન્ટના પતરાનો એક શેડ ઉભો કરવામાં આવ્યો છે. હાલ તેની કામગીરી ચાલી રહી છે. જેની નીચે બેસીને બાળકો અભ્યાસ કરે છે. આ સાથે નજીકમાં આવેલી એક આંગણવાડીનું મકાન છે ત્યાં એક વર્ગના બાળ બેસીને અભ્યાસ કરી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે ભણતર માટે શાળાના બાળકોને ભટકવુ પડે છે. આવા સંજોગોમાં બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની છે. છતાં પણ એક પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા સુધ્ધાં આવ્યા નથી. જેના કારણે આ બાળકો શાળાના ઓરડા હોવા છતાં પતરાનાં શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

નોંધનીય છે કે, આ સમસ્યા અંગે મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં તેમજ જે તે કચેરીમાં ઉચ્ચ સ્તરે અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. છતાં ત્રણ વર્ષથી તેમની આ સમસ્યા ઠેરની ઠેર છે.

Intro:શિક્ષણને પ્રાધાન્ય આપતી ગુજરાત સરકાર એક રોલ મોડલ બની રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં એક એવી પણ સ્કુલ છે જ્યાં ભરચોમાસે પાંચ ઓરડા હોવા છતાં 65 જેટલા બાળકોને સ્કૂલના કંપાઉન્ડમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડે છે જેની પાછળનું કારણ આંખ આડા કાન કરી રહેલું પ્રાથમિક શિક્ષણ વિભાગ છે વલસાડ જિલ્લાના કોપરલી ગામે ઝેરી કુંડી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના પાંચ જેટલા ઓરડા જર્જરીત બનતા છેલ્લા કેટલાક સમયથી એક થી પાંચ ધોરણ ના બાળકોને સ્કૂલના કમ્પાઉન્ડમાં એક પતરાના શેડ માં બેસવાની ફરજ પડી રહી છે

Body:વલસાડ જિલ્લાના કોપરલી ગામે ઝેરી કુંડી ફળિયામાં આવેલી એક થી પાંચ ધોરણની સ્કૂલમાં કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે 2016માં સ્કૂલ ના બનેલા પાંચ જેટલા ઓરડામાં જર્જરિત બનતા અહીં બેસવું જોખમી બન્યું હતું જેને પગલે વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે ક્યાં બેસાડવા એ વિકટ પ્રશ્ન બની ગયો હતો જોકે શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકોને સ્કૂલ ના કમ્પાઉન્ડમાં એક મંડપ બનાવી તેની અંદર બેસાડી અભ્યાસ ચલાવવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે ચોમાસુ શરૂ થયું છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની હાલત એટલી કફોડી બની છે કે તેઓએ જાવું તો જાવું ક્યાં સૌથી વધુ ચિંતા શિક્ષકોને સતાવી રહી છે કે આ તમામ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડી અભ્યાસ કરાવો તેમણે ગામના સ્થાનિક કક્ષાએ આવેલા એક સત્સંગના પતરાના શેડ માં બાળકોને ખસેડવા માટે તજવીજ હાથ ધરી પરંતુ તે જગ્યા પણ બાળકોની સંખ્યા કરતાં નાની જણાઈ જેના કારણે તે પણ ટાળી દેવામાં આવી છે તો બીજી તરફ પાંચે ઓરડા જર્જરીત હોવા છતાં જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ બાળકોને બેસાડવા માટે કોઇપણ વૈકલ્પિક વ્યવસ્થા સુવિધા ઊભી ન કરી જેના કારણે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બેસવાની વ્યવસ્થા બની રહે તે માટે કોપરલી ગામના સરપંચ આગળ આવ્યા અને ગ્રામ પંચાયતના સહયોગથી સ્કૂલના કમ્પાઉન્ડમાં સિમેન્ટ ના પતરા નો એક સેટ ઉભો કરવામાં આવ્યો છે અને હાલ તેની કામગીરી ચાલી રહી છે જેમાં આ બાળકો બેસીને અભ્યાસ કરે છે તો સાથે સાથે નજીકમાં આવેલી એક આંગણવાડી નું મકાન છે એક વર્ગ ના બાળકો તે આંગણવાડી ના મકાન માં બેસી અભ્યાસ કરી શકે તેમ છે તે રીતે હાલ ગોઠણ ઉભી કરવામાં આવી છે પરંતુ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની ફરજમાં આવે છે તેમ છતાં પણ એક પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા સુધ્ધાં આવ્યા નથી જેના કારણે આ બાળકોને હાલ સ્કૂલના ઓરડા હોવા છતાં પણ પતરાના શેડ માં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે

Conclusion:નોંધનીય છે કે 2016 થી જર્જરિત થઈ ગયેલા પાંચ જેટલા ઓરડાઓ અંગે મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં તેમજ જે તે કચેરીમાં ઉચ્ચ સ્તરે અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તેઓની આ સમસ્યા ઠેરની ઠેર છે અને હાલ ચોમાસુ માથે ઊભું છે ત્યારે આ તમામ બાળકોને પતરાના શેડ નીચે અભ્યાસ કરાવવો પડી રહ્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.