નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના રાસીયા ગામના રાઉત ફળિયાના કાળુભાઇ ભાવડુભાઈ ગાંવીત રવિવારે સવારના આશરે સાડા છ વાગ્યાના સુમારે પત્ની તુલસીબેન તથા ફળિયાના 11 સાથે ફળિયાના રહીશ મહેશભાઈ રમેશભાઈ થોરાતની છકડા રીક્ષામાં બેસી રાસીયાથી ધરમપુર તાલુકાના ખાંડા ભવાડા ગામની નજીક આવેલી તાન નદીમાં માછલી પકડવા માટે નીકળ્યા હતા.
દરમિયાન આશરે સવા સાત વાગ્યે ભવાડા ગામ, નિશાળ ફળીયા ગ્રામ પંચાયત ઓફીસની પાસે હનમતમાળથી આંબાતલાટ ગામે જવાના રોડ ઉપર આવતા છકડા રીક્ષાના આગળના ટાયરમાં પંચર પડતા ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ન રહેતા રીક્ષા ગરનાળામાં ઉતરી પલટી મારતા એક્સીડેન્ટ થયું હતું. જેમાં રિક્ષમાં બેસેલા પેસેન્જરો પૈકી સુંદરબેન ભીખાભાઈ પવારનું સ્થળ ઉપર મોત થયું છે તેમજ અન્ય 12 પેસેન્જરો સહિત ચાલકને નાનીમોટી ઇજાઓ થતા તેઓને સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કાળુભાઈ ગાંવીતે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ઇજાગ્રસ્તો
1 કાળુભાઈ ભાવડુભાઈ ગાવીત ઉ.વ.47
2 તુલસીબેન
3 મીરાબેન માધુભાઈ ગાંવીત
4 મીનાબેન સોમાભાઈ ભોયા
5 માઈનુબેન મનસુભાઈ ભોયે
6 રાધીબેન હરિભાઈ ભોયે
7 સુંદરબેન રમેશભાઈ થોરાત
8 શાંતિબેન તુળસીરામ ઠાકરે
9 સુમિત્રાબેન બુધાભાઈ ગાંવીત
10 યશોદાબેન પંડિતભાઈ ગાંવીત
11 હરીભાઈ જાનુભાઈ ભોયે
12 મનીષાબેન સંતોષભાઈ પાંડુભાઈ વાઘ
13 મહેશભાઈ થોરાત, છકડા ચાલક
મૃત્યુ પામનાર:
સુંદરબેન ભીખાભાઈ પવાર તમામ રહે. રાસીયા ગામ, રાઉત ફળીયા, તા.સુરગાણા, મહારાષ્ટ્ર