પારડી વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલમાં આજે ગણિત વિજ્ઞાન અને આર્ટ અને ક્રાફટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી પણ વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 1 થી લઇને 12 સુધીના તમામ વિધાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને આધારિત વિવિધ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા.
જેમાં સ્માર્ટ હાઉસ જે માત્ર સેન્સરની મદદ વડે દરવાજો ખોલતું હોય કે પછી સૂર્ય પ્રકાશની ઉર્જા લઇને ચાલતી કાર હોય, કુદરતી ઉર્જાનો વ્યવહારમાં ઉર્જા તરીકે ઉપયોગ કરવા માટેના મોડલ રજુ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઠંડા પીણાંની બોટલનો ઉપયોગ કરીને એક વેક્યુમ ક્લીનર બનાવવામાં આવ્યું હતું. જે એક્ઝિબિશનમાં જોવા માટે આવનાર અનેક વાલીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ સ્કૂલમાં બાળકોએ પોતાની પ્રતિભા દર્શાવતા વિવિધ મોડેલો રજુ કરવામાં આવ્યા હતા.