વલસાડ ધરમપુરમાં ચૂંટણી નજીકમાં ( Gujarat Assembly Election 2022 ) આવતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે. જેમ જેમ ચૂંટણી નજીકમાં આવી રહી છે તેમ એમ પક્ષ વિપક્ષ વચ્ચે આક્ષેપોનો દોર વધી રહ્યો છે. ત્યારે અપક્ષ તાલુકા પંચાયત સભ્ય ( Dharampur Talulka Panchayat ) કલ્પેશ પટેલ વિરુદ્ધ 18 ભાજપના તાલુકા પંચાયત સભ્ય દ્વારા બે દિવસ અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકાતા હોવાના આક્ષેપ સાથે સભ્ય પદ ઉપરથી દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવતા આજે કલ્પેશ પટેલના સમર્થકો દ્વારા માત્ર સમાજનું હિત ન જાળવી પાર્ટીની ગુલામી કરતા તાલુકા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર વિરોધ ( Protest Of Panchayat Members) સાથે બે નનામી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સભ્યની નનામી કઢાઈ તાલુકા પંચાયત સભ્ય હંસાબેન તેમજ જિલ્લા પંચાયત સભ્ય નિર્મલાબેન કેશવભાઈ જાદવના વિરુદ્ધ ( Protest Of Panchayat Members)માં તાલુકા પંચાયત કલ્પેશ પટેલના સમર્થકોએ બંને મહિલા સભ્યની નનામી કાઢી આસુરા સર્કલ ઉપર સૂત્રોચ્ચાર કર્યા હતાં.
અપક્ષ સભ્ય સમાજને ક્યાં લઈ જાય છે તેને કોઈના સર્ટીફિકેટની જરૂર નથી બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ વિરુદ્ધ ભાજપના ધરમપુર તાલુકા પંચાયતના 18 સભ્યોએ ટીડીઓને આવેદન આપીને જણાવ્યું હતું કે વિવિધ મુદાઓ ઉપર સમાજને અંદરોઅંદર લડાવીને રાજકીય રોટલા શેકવા અપક્ષ સભ્યને સભ્ય પદ ઉપરથી દૂર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જે બનતે આજે વિરોધ કરતા કલ્પેશ પટેલના સમર્થકોએ જણાવ્યું કે કલ્પેશ પટેલ સમાજને કઈ દિશામાં લઈ જાય છે તેના સર્ટીફિકેટ તમારે આપવાની જરૂર નથી. આદિવાસી સમાજ સમજે છે અને જાણે છે માટે તેમના સમર્થનમાં આજે આવેદન આપી જે પાર્ટીના ગુલામ છે તેમને સભ્યપદ દૂર કરવા માંગ (Demand for removal from membership ) કરી છે.
બે નનામી સાથે આદિવાસી સમાજના લોકો રેલી સ્વરૂપે નીકળ્યા દેવું મોકાસી તેમજ અન્ય આદિવાસી સમાજના અગ્રણીઓ આજે સેંકડોની સાથે તાલુકા પંચાયત સભ્ય હંસાબેન ગાંવીત તેમજ જિલ્લા પંચાયત સભ્ય નિર્મલા કેશવ જાદવની ઠાઠડી કાઢી આસુરા સર્કલ ઉપર અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ બન્ને નનામી સાથે આજે તાલુકા પંચાયત કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું અને બન્ને મહિલા સભ્યોને પદ ઉપરથી દૂર કરવાની માંગ કરાઈ હતી.
ચૂંટેલા સભ્ય પક્ષની ગુલામી કરતા હોવાનો કરાયો આક્ષેપ તાલુકા પંચાયત સભ્ય હંસાબેન ગાંવીત અને જિલ્લા પંચાયત બેઠક ઉપર ચૂંટાઈ આવેલ નિર્મલાબેન જાદવને આદિવાસી સમાજે તેમના પ્રશ્નો અને રજૂઆતો કરવા માટે મતો આપીને ચૂંટયા છે. છતાં તેઓ આદિવાસી સમાજને બાજુ ઉપર રાખીને પાર્ટી અમે ભાજપના ગુલામ થયા હોય આદિવાસી સમાજ તેમજ સમર્થકોએ માગ કરી કે તેઓને સભ્ય પદ ઉપરથી દૂર (Demand for removal from membership ) કરવામાં આવે.