ETV Bharat / state

કોરોનાના ભય વચ્ચે ભિલાડ બોર્ડર બંધ હાલતમાં, વાહન ચાલકો બિન્દાસ્ત કરે છે આવાગમન - coronavirus

ગુજરાતના વલસાડ જિલ્લાની અને મહારાષ્ટ્રની સરહદને જોડતી ભિલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, પરંતુ બેસુમાર ઝડપે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા અને જતા વાહનચાલકોને રોકીને ચેકીંગ કરવામાં આવતું નથી.

valsad
valsad
author img

By

Published : Mar 22, 2020, 9:57 AM IST

ભિલાડઃ એક તરફ કોરોના વાયરસની મહામારી છે. તો બીજી બાજુ લોકોનું જનજીવન ખોરવાયુ છે. દેશમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે. ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાની અને મહારાષ્ટ્રની સરહદને જોડતી ભિલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, પરંતુ બેસુમાર ઝડપે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા અને જતા વાહનચાલકોને રોકીને ચેકીંગ કરવામાં આવતું નથી.

કોરોનાના ભય વચ્ચે ભિલાડ બોર્ડર બંધ હાલતમાં, વાહન ચાલકો બિન્દાસ્ત કરે છે આવાગમન

એક તરફ વલસાડ જિલ્લા કલેકટર વાપીના ઉદ્યોગોને અને આમ જનતાને કોરોનાથી સાવચેત રહેવા જણાવે છે, ત્યારે જિલ્લાની આરોગ્ય ટીમ જાણે કોરોનાના ભયથી બેખબર હોય તેમ અહીં માત્ર પોતાની ફરજ પૂરતી આરામની પળો માણી વાહનચાલકોને જવા દેવાની ગંભીર બેદરકારી દાખવી રહી છે.

એક સમયે સરકારની તિજોરીમાં સૌથી વધુ રેવન્યુ આપતી ભિલાડ ચેકપોસ્ટ રૂપાણી સરકારના ચેકપોસ્ટ નાબુદી અભિયાન અને ચેકપોસ્ટ રહિત ગુજરાતમાં વાહનચાલકોનું સ્વાગત છે તેવા બોર્ડ મારી સ્વાગત કરતી હતી, ત્યારે જો આવું જ સ્વાગત કોરોનાના ભય વચ્ચે કરવામાં આવશે તો મહારાષ્ટ્રની જેમ ગુજરાત પણ કોરોનાગ્રસ્ત રાજ્ય બનતા વાર નહી લાગે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.