- વલસાડ જિલ્લામાં 28 એપ્રિલથી 5 મે સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું શરુ
- અનેક શહેરોની સાથે-સાથે વલસાડ જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યૂ અમલમાં
- વલસાડ શહેરમાં અનેક દુકાનદારોએ દુકાનો ખોલી નાખતા પોલીસે બંધ કરાવવાની પડી ફરજ
વલસાડ જિલ્લામાં જે રીતે દિન પ્રતિદિન કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થતો જાય છે. તેને જોતા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કેટલાક લોકોને બાદ કરતા તમા લોકોની આવાગમન બંધ રાખવા જાણવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે છતા કેટલાક લોકો સમજતા નથી.
આ પણ વાંચોઃખેડામાં 5 મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપારી પ્રવૃત્તિ બંધ
આવશ્યક સેવા સિવાયની તમામ સેવા ઉપર પ્રતિબંધ મુકાયો
કર્ફ્યૂના સમય દરમિયાન આવશ્યક સેવા જેવી કે દૂધ, દવા અને શાકભાજી જેવી ચીજોને મુક્તિ આપવામાં આવી છે. જયારે અન્ય કોઈ પણ સેવાઓ ચાલુ રાખી શકાશે નહી. સાથે માંદગીમાં સપડાયેલા વ્યક્તિને સારવાર અર્થે લઇ જનારને પણ મુક્તિ આપવામાં આવી છે.
વલસાડ શહેરમાં કેટલાક દુકાનદારોએ દુકાન ખુલ્લી રાખતા પોલીસે ગંભીરતા સમજાવી બંધ કરાવી
વલસાડ જિલ્લામાં હાલ 500થી વધુ કોરોના એક્ટીવ કેસ છે. અનેક લોકો સારવાર લઇ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટે રાત્રી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યુુ છે. છતાં પણ કેટલાક દુકાનદારો દ્વારા તેનું પાલન ના કરીને દુકાનો ખુલ્લી રાખવામાં આવી રહી છે. જેને પગલે પોલીસ દ્વારા સમગ્ર બાબતની ગંભીરતા સમજાવીને દુકાનો બંધ કરાવવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચોઃ નાઈટ કર્ફયૂના આદેશથી દમણમાં રસ્તાઓ અને સમુદ્ર બીચ સૂમસાન
આમ વલસાડ જિલ્લામાં કર્ફ્યૂની અમલવારી શરુ કરવામાં આવી છે. રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી તમામ સ્થળે કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યુ છે.