ETV Bharat / state

PM મોદી 19મીએ વાપીમાં રોડ શૉ યોજી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, વલસાડમાં સંબોધશે જનસભા - Vapi Nagarpalika

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બેર વાપીના પ્રવાસે (PM Modi Vapi Visit) આવશે. અહીં તેઓ રોડ શૉ યોજશે. ત્યારબાદ તેઓ વલસાડમાં જંગી જનસભાને સંબોધન કરશે. ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. તેને લઈને પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) વડાપ્રધાનના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

PM મોદી 19મીએ વાપીમાં રોડ શૉ યોજી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, વલસાડમાં સંબોધશે જનસભા

author img

By

Published : Nov 16, 2022, 9:02 AM IST

Updated : Nov 16, 2022, 9:23 AM IST

વાપી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ રાજકીય પક્ષોએ પ્રચારનો (BJP Election Campaign) ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાપીમાં 19 નવેમ્બરે ભવ્ય રોડ શૉ કરશે. સાતે જ તેઓ વલસાડના પરમ ગ્રાઉન્ડ ખાતે પાંચેય વિધાનસભા બેઠકના કાર્યકરોને સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનની તૈયારીઓને લઈ પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનું દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) રૂટ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

કનુ દેસાઈ સહિત ભાજપના આગેવાનોએ રૂટનું નિરીક્ષણ કર્યું વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ચૂંટણી પ્રચારને (BJP Election Campaign) લઈ વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આજે (16 નવેમ્બરે) વલસાડમાં રોડ શૉ કરશે. ત્યારબાદ 19મી નવેમ્બરે ભાજપના ઉમેદવારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાપીમાં ભવ્ય રોડ શૉ કરશે.

વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી

વલસાડમાં PM મોદીની જાહેરસભા વલસાડમાં ધરમપુર રોડ ખાતે આવેલા પરમ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને (PM Modi Public Meeting in Valsad) સંબોધન કરશે. જેમાં પાંચેય વિધાનસભાના કાર્યકરોને વડાપ્રધાન ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી ઉમેદવારો માટે પ્રચાર (BJP Election Campaign) કરશે. આ સમગ્ર આયોજન અંગે વલસાડ ભાજપના મોવડીઓ અને પારડી વિધાનસભાના ઉમેદવાર કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) સભાસ્થળનું અને રોડ શૉ ના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

પહેલા રોડ શૉ ને પછી જાહેરસભા આ અંગે ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) જણાવ્યું હતું કે, ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીએ વાપી ખાતે આવશે. અહીં તેઓ વલસાડ-વાપી ભાજપના કાર્યકરો દ્વારા યોજવામાં આવેલી વિજય વિશ્વાસ રેલીમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર રોડ શૉ દરમિયાન તેઓ કાર્યકરોને પ્રોત્સાહિત કરી પ્રેરણા પૂરી પાડવાના છે.

વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી વડાપ્રધાનના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને હાલ વાપી-દમણ રોડ પર દમણના મુખ્ય પ્રવેશદ્વારથી શરૂ કરીને કોપરલી ચાર રસ્તા સુધીના રૂટ પર સાફ-સફાઈ, રંગરોગાન અને સુરક્ષા વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાપીમાં રોડ શૉ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડમાં આયોજિત પાંચેય વિધાનસભાની જંગી જાહેર સભામાં ઉપસ્થિત રહેશે. આ જાહેરસભામાં તેઓ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે.

ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વડાપ્રધાનના આ ચૂંટણીલક્ષી પ્રવાસને (PM Modi Vapi Visit) લઈને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે. ત્યારે વાપીમાં આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન જીલે તે માટે કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) લોકોને અપીલ કરી હતી.

ભાજપને જંગી લીડ મળે તે માટે વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાપી-વલસાડની મુલાકાતને (PM Modi Vapi Visit) લઈ વાપીમાં વાપી નગરપાલિકા (Vapi Nagarpalika) પ્રમુખ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, સ્થાનિક નગરસેવકો અને પોલીસ જવાનો સાથે કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) રૂટ પર નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતાં.

વડાપ્રધાન ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે અત્રે નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં ભાજપે પારડી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કનું દેસાઈને (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai), ઉમરગામ માટે રમણલાલ પાટકરને, કપરાડા બેઠક માટે જીતુ ચૌધરીને, ધરમપુર બેઠક માટે અરવિંદ પટેલને અને વલસાડ બેઠક માટે ભરત પટેલને ટિકીટ આપી રિપીટ કર્યા છે. જેઓને મતદારો-કાર્યકરો જંગી લીડથી જીત અપાવે તેવું આહવાન કરી વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે.

Last Updated : Nov 16, 2022, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.