ETV Bharat / state

વલસાડ જિલ્લાના 6 તાલુકાના પી.એચ.સી. ઉપર કોરના વેકસીનેશન ડ્રાય રન યોજાઈ - Valsad samachar

સમગ્ર વિશ્વ જે કોરોના રસીની કાગડોળે રાહ જોઇ રહ્યું છે. એ કોરોના રસી આગામી દિવસમાં ભારતના બજારમાં આવી શકે છે. જોકે તેને અનુલક્ષીને સરકાર દ્વારા દરેક જગ્યા ઉપર હાલ કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે. જે પૈકી વલસાડ જિલ્લામાં થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન કર્યા બાદ વલસાડ જિલ્લાના છ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે બીજા તબક્કાનો ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કરોને તેમ જ ફ્રન્ટલાઇન વોરિયર્સને રસીકરણ કરવા ડ્રાય રન યોજાયું હતું.

valsad
valsad
author img

By

Published : Jan 8, 2021, 8:11 PM IST

  • જિલ્લાના છ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે બીજા તબક્કાનું રસીકરણ અભિયાનની ડ્રાય રનનું આયોજન કરાયું
  • રસીકરણ શરૂ થાય તે પહેલાં લોકોને તે કઈ રીતે આપવી અને કઈ રીતની વ્યવસ્થા ઉભી કરવી તે માટે ડ્રાય રનનું આયોજન કરાયું
  • છ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો ડ્રાય રન કરાયું હતું

વલસાડ : આગામી દિવસમાં આવનાર કોરોનાની રસી સામાન્યમાં સામાન્ય લોકોને મળી રહે અને તે માટે યોગ્ય વ્યવસ્થા, સરકાર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે તેવા હેતુથી અગાઉથી જ આ રસીકરણ કઈ રીતે કરવું અને લોકોને કઈ રીતે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચતાં કરવા તે અંગે તમામ આયોજનના હેતુથી આજે વલસાડ જિલ્લામાં બીજા તબક્કાનો ડ્રાય રન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના 6 તાલુકાના પી.એચ.સી. ઉપર કોરના વેકસીનેશન ડ્રાય રન યોજાઈ

કપરાડા તાલુકાના માંડવા, મોટા પોન્ડા અને પ્રોપર કપરાડા ખાતે ટ્રાયલરન નું આયોજન કરાયું

6 તાલુકા પૈકી અંતરિયાળ કપરાડા તાલુકામાં આજે કોરોના વેક્સિનેશનના ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 25 જેટલી આંગણવાડી બહેનોને રસીકરણનો ડેમો ઉભો કરવામાં આવ્યો હતો. તમામ મહિલાઓને પ્રથમ તેમના જરૂરી કાગળો અને પુરાવાઓ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર બોલાવી નામ નોંધણી કરવામાં આવી હતી. સાથે જ કોરોનાની રસી આપ્યા બાદ તેમને વીસ મિનિટ સુધી સતત ઓબ્ઝર્વેશન માટે પ્રતિક્ષા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા.

વલસાડ

રસીકરણ માટે આવનાર બહેનોને કોરોના વેક્સિન અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર યોજાયેલા ડ્રાય રન દરમિયાન રસીકરણ માટે આવનારી ફ્રન્ટલાઈન વોરિયર્સની બહેનોને કોરોનાની રસી અંગે વિશેષ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ રસી કેટલા મહિનાઓ પછી ફરીથી લેવી તેમજ તેને લીધા બાદ કયા પ્રકારની તકેદારી રાખવી એ તમામ પ્રકારની જાણકારી તેમને આપવામાં આવી હતી. વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આજે વલસાડ જિલ્લાના છ તાલુકામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી બીજા તબક્કાનું કોરોના રસીકરણના ડ્રાય રનનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.