ETV Bharat / state

વલસાડ: ટ્રાફિક સમસ્યા નિવારવા સ્વિસ ગવર્મેન્ટનો વોલ્વો એવોર્ડ લેનારી સંસ્થા દ્વારા સર્વે બાદ કામગીરી શરૂ - વલસાડ શહેર

વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા નવા આવેલા પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના માટે સ્વિસ ગવર્મેન્ટમાં વોલ્વો એવોર્ડથી સન્માનિત થયેલી એક સંસ્થા દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારનો સર્વે કરી ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક નિવારવા આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી તિથલ રોડ જંકશન, આઝાદ ચોક ખાતે વિશેષ બેરિયર મૂકીને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પગલું અમલમાં મૂક્યું છે. બેરિયર મુકવાનો મુખ્ય હેતુ રોડ ઉપરથી પસાર થતા સ્કૂલના બાળકો સાઇકલ સવારો તેમજ વૃદ્ધ રાહદારીઓ આસાનીથી આવન-જાવન કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવાનો છે.

વલસાડની ટ્રાફિક સમસ્યા નિવારવા સંસ્થા દ્વારા સર્વે બાદ કામગીરી શરૂ

author img

By

Published : Nov 13, 2020, 10:03 PM IST

  • વલસાડની ટ્રાફિક સમસ્યા નિવારવા કામગીરી શરૂ
  • તિથલ રોડ જંકશન ઉપર બેરીયર મુકવામાં આવ્યા
  • સ્વિસ ગવર્મેન્ટનો વોલ્વો એવોર્ડ લેનારી સંસ્થા દ્વારા સર્વે બાદ કામગીરી શરૂ

વલસાડ: શહેરના તિથલ રોડ પર આવેલા જંકશન પર પ્લાસ્ટિકના લાલ રેડિયમ વાળા બેરિયર ઉભા કરવામાં આવ્યા છે, જેથી સિંગલ લાઈનમાં વાહનો આગળ વધી શકે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય. રોડની બંને બાજુ મૂકવામાં આવેલા આ લાલ બેરિયર અહીં એટલા માટે મૂકવામાં આવ્યા છે કે રાહદારીઓ માર્ગની બાજુમાં આસાનીથી ચાલીને જઈ શકે તેમજ સ્કૂલના બાળકોને પણ ચાલીને જવામાં કોઇ કનડગત ઊભી ન થાય.

વલસાડની ટ્રાફિક સમસ્યા નિવારવા સ્વિસ ગવર્મેન્ટનો વોલ્વો એવોર્ડ લેનારી સંસ્થા દ્વારા સર્વે બાદ કામગીરી શરૂ

મહત્વનું છે કે વલસાડ શહેરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા શહેરીજનોમાં તે શિરદર્દ સમાન છે, સાથે-સાથે આ સમસ્યા ટ્રાફિક પોલીસ માટે પણ શિરદર્દ સમાન બની રહે છે. ત્યારે આ સમસ્યા નિવારવા માટે નવા આવેલા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

શું છે વિશેષ એક્શન પ્લાન?

વલસાડ જિલ્લામાં હાલમાં જ આવેલા જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા દ્વારા વલસાડ શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિકના તજજ્ઞ અને સ્પેશિયાલિટી ધરાવતા એક વિશેષ ખાનગી એનજીઓ સેન્ટ્રલ ફોર ગ્રીન મોબિલીટીને સાથે રાખી વલસાડ શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર થોડા દિવસ પહેલા કેમેરા મૂકીને સર્વે કરવામાં આવ્યો હતો અને જે બાદ કેટલા વાહનો ક્યાંથી અને કેવી રીતે જાય છે એ તમામ બાબતોને ધ્યાને રાખી આ ટીમ દ્વારા એક વિશેષ પ્લાન બનાવવામાં આવ્યો છે અને તેનું ઇમ્પ્રૂવમેન્ટ કરવા માટે હાલ પૂરતા વલસાડ શહેરના બે સ્થળો ઉપર બેરિયર મૂકીને ટ્રાફિકને નિયંત્રણ કરવા માટેની કામગીરી શરૂ કરાઇ છે, જોકે હાલ તિથલ રોડ જંકશન ઉપર મૂકી કરવામાં આવેલી આ કામગીરીને લઇને વાહનચાલકોને થોડી અગવડ ઊભી થઈ છે. પરંતુ ધીરે ધીરે આ સમસ્યાનો નિકાલ પણ થઈ જશે.

શું છે આ સેન્ટ્રલ ફોર ગ્રીન મોબિલીટી સંસ્થા

ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં ટ્રાફિકની ભરમાર હોય છે અને આવી સમસ્યાને દૂર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. તે માટે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટેની વિશેષતા ધરાવતી સંસ્થા એટલે સેન્ટ્રલ ફોર ગ્રીન મોબિલીટી આ સંસ્થાએ 2012માં ખૂબ જ ચિવટ પૂર્વક ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિવિધ મેગા સિટીમાં એક્શન પ્લાન અમલમાં મૂકવા માટે સ્વિસ ગવર્મેન્ટ દ્વારા આપવામાં અપાતો મહત્ત્વનો એવો વોલ્વો એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, તો સાથે-સાથે આ સંસ્થા દિલ્હીના કેન્દ્ર સરકારના એડવાઇઝરીમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

શું કહે છે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદિપસિંહ ઝાલા

જો કે આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા જણાવ્યું કે, વલસાડ શહેરમાં લોકો ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે અને તેના નિવારણ માટે વિશેષ સંસ્થા દ્વારા હાલ સર્વે કરવામાં આવ્યો છે અને એવા કેટલાક પોઇન્ટ નક્કિ કરવામાં આવ્યા છે, જ્યા આગળ તો કેમેરા લગાવી વાહનોની અવરજવર ચેક કરી છે અને તે બાદ તેઓના આયોજન મુજબ બેરિયર મૂકવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ એ છે કે રાહદારીઓ છૂટથી આવન-જાવન કરી શકે સ્કૂલે જતા આવતા બાળકો રોડની બાજુમાં કોઈ પણ ડર વગર ચાલીને જઈ શકે તેમજ ક્રોસ રોડ ઉપર વાહનો દ્વારા થતા ઓવરટેક નાથી શકાય અને એક લાઈનમાં વાહનો ચાલી નિયમિતપણે આરટીઓના નિયમનું પાલન કરે જેથી કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં.

વલસાડ શહેરમાં ક્યાં ક્યાં લગાવવામાં આવ્યા છે બેરિયર

વલસાડ શહેરમાં હાલ આઝાદ ચોક પોલીસ ચોકી નજીક તેમજ તિથલ રોડ જંકશન પાસે ચારે રસ્તાઓ ઉપર લાલ રંગના રેડિયમ પટ્ટી ધારી બેરિયર મૂકવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકો આડે અવડે ના જઈએ સીધી લાઈનમાં એક જ ગતિથી આગળ જઈ શકે, છેલ્લા બે દિવસથી બેરિયર મુકવામાં આવતા હાલ વાહનચાલકોને મહદંશે મુશ્કેલી પડી રહી છે. કારણ કે વાહન ચાલકો લાઈનમાં જવા માટે અને નિયમોનું પાલન કરતા ડ્રાઇવિંગ કરવા ટેવાયેલા ન હોવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આગામી દિવસમાં લોકોને આ બેરિયરની આદત થઈ જશે.

વલસાડની ટ્રાફિક સમસ્યા નિવારવા સંસ્થા દ્વારા સર્વે બાદ કામગીરી શરૂ

આમ વલસાડ શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નવા આવેલા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે અને આગામી દિવસમાં આ પ્લાન સંપૂર્ણપણે સફળ રહેશે એવું જાણકારો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.