- જાહેર સ્થળો ખુલ્લા મુકાયા તેમ છતાં કેસ ઘટયા
- 4 દિવસમાં ફક્ત 1 કોરોના કેસ
- 1234 સંક્રમિત લોકોમાંથી 1079 સ્વસ્થ થયા
વલસાડ જિલ્લામાં અનલોક દરમિયાન અનેક જાહેર સ્થળો કોવિડ 19 ના નિયમો મુજબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમ છતાં કોરોના કેસમાં વધારો થયો નથી.
ચાર દિવસમાં માત્ર જિલ્લામાં 1 કોરોના કેસ
વલસાડ જિલ્લામાં કોવિડ 19 ના દર્દીઓની સંખ્યા છેલ્લા 4 દિવસમાં માત્ર એક કોરોના કેસ નોંધાયો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનને પગલે જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તારીખ 16 નવેમ્બર ના રોજ ઝીરો કેસ,તારીખ 17 નવેમ્બર ના રોજ ઝીરો કેસ તેમજ 3 લોકો ને રજા આપવામાં આવી,તારીખ 18 નવેમ્બર ના રોજ 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો જ્યારે 19 નવેમ્બર ના રોજ ઝીરો કેસ અને 3 લોકોને રજા આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં 1234 કુલ કેસ કોરોનાના નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1234 કેસ નોંધાયા છે. હાલમાં દાખલ દર્દીઓની સંખ્યા 13 છે જેઓ સારવાર લઈ રહ્યા છે. 1079 લોકો જિલ્લામાં કોરોનાને હરાવી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના માં કુલ 9 લોકોના મોત થયા છે.
17132 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 18367 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં 1234 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 17132 જેટલા સેમ્પલો નેગેટિવ આવ્યા છે.