- વલસાડ જિલ્લામાં કોરોનાનો હાલ એક કેસ એક્ટિવ
- સિવિલ હોસ્પિટલમાં માત્ર એક કેસ સારવાર હેઠળ
- જિલ્લામાં અત્યાર સુધીમાં 6047 કરોના કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ 46 લોકોના કોરોનાથી થયા મોત, 404 લોકો અન્ય બીમારી સાથે કોરોનામાં મોતને ભેટ્યા
વલસાડ: સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી કોરોના મહામારીએ વલસાડ (Corona in Valsad) ને પણ બાકી રાખ્યું ન હતું. જિલ્લામાં પણ અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું હતું અને વિવિધ ટીમો બનાવી દરેક ગામે ગામ ફરી લોકોને કોરોના માટે જાગૃત કર્યા હતા. તેમજ એન્ટીજન ટેસ્ટને RTPCR ટેસ્ટ કરાવી લોકોને કોરોના જેવી બીમારી છે કે નહીં તે જાણવા માટે સતત પ્રયત્નશીલ રહી જિલ્લામાં કોરોના જેવી બીમારી સામે બાથ ભીડી હતી. જિલ્લામાં હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઓછા (Corona cases dropped in Valsad) થઈ રહ્યા છે. હાલ જિલ્લામાં કોરોનાનો એક જ કેસ એક્ટિવ છે.
આ પણ વાંચો: સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રધાન પરસોત્તમ સોલંકીએ પરિવાર સાથે Corona guidelineનું કર્યું ઉલ્લંઘન
વલસાડ જિલ્લામાં સરકારી આંકડા મુજબ કુલ 46 લોકો મોતને ભેટ્યા
વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા અનુસાર સરકારી આંકડા મુજબ જિલ્લામાં અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા અને અનેક લોકોના મોત પણ થયા છે. સરકારી આંકડા અનુસાર જિલ્લામાં કોરોનાએ માત્ર 46 લોકોનો ભોગ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ 404 જેટલા લોકો મોતને ભેટ્યા છે તેઓ કોરોનાની સાથે સાથે અન્ય બીમારી સાથે પણ પીડિત હતા. જેના કારણે તેઓના મોત નીપજ્યા છે. એટલે કે જિલ્લામાં 404 ની સાથે 46 લોકો કોરોનાને કારણે મોતને ભેટયા છે. આમ જિલ્લામાં (Corona in Valsad) પણ કોરોના ખપ્પરમાં અનેક લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ અને ધન્વંતરી રથ દ્વારા દરેક સ્થળે ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ હતી
અચાનક આવી પડેલી આ બીમારીને કારણે લોકોમાં એક તરફ ભયનો માહોલ હતો. તો બીજી તરફ તારી જેવો માહોલ જોવા મળ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. લોકો કોરોનાથી બચવા માટે માત્ર એન્ટીજન રેપિડ ટેસ્ટ કે RTPCR ટેસ્ટ એકમાત્ર ઉપાય છે. તે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ બનાવી તેમજ ધન્વંતરી રથ દ્વારા વિવિધ સ્થળો પર પહોંચીને શરદી ખાંસી અને ઉધરસ જણાઈ તો આવા લોકોને એન્ટીજન રેપિડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરી કોરોના પોઝિટિવ છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી રહી હતી. જેના કારણે અનેક લોકો પોઝિટિવ હોવાનું પણ બહાર આવ્યું હતું અને તેવા લોકોને તાત્કાલિક સારવાર આપી તેમને ઉગારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હાલ વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં એક કેસ કોરોનાનો એક્ટિવ છે
જિલ્લામાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થતો જઈ રહ્યો છે. એવું કહીએ તો ખોટું નથી કારણ કે, વલસાડ જિલ્લામાં આજે રીતે હવે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો દિનપ્રતિદિન જોવા મળી રહ્યો છે. તે જોતા હવે જિલ્લો કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે. હાલ વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં એક માત્ર દર્દી સારવાર હેઠળ છે એટલે કે કોરોનાનો એક કેસ જિલ્લામાં એક્ટિવ છે. જેને 21 દિવસની સારવાર બાદ કોરોના મુક્ત થતા રજા આપી દેવાશે. જે બાદ વલસાડ જિલ્લો કોરોના મુક્ત બન્યો હોવાનું કહી શકાય.