- સેલવાસમાં 95 નવા કેસ
- દમણમાં 43 નવા કેસ
- વલસાડમાં 3ના મોત, 47 નવા કેસ
વાપી :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે વધુ 95 કેસ નોંધાતા અને દમણમાં વધુ 43 કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસન સફાળું જાગ્યું છે. દમણમાં સરહદ પર ચેકીંગ હાથ ધર્યું છે. જ્યારે બંને પ્રદેશમાં વિક એન્ડ કરફ્યુ જાહેર કર્યો છે. વલસાડ જિલ્લામાં પણ શુક્રવારે 47 નવા કેસ અને 3 દર્દીના મોત નોંધાયા હતાં.
લોકોમાં કોરોનાનો ભય
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના કેસના 95 પોઝિટિવ રીપોર્ટથી ફફડાટ ફેલાયો છે. દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ કેસ 537 થયા છે. સતત વધતા કેસને ધ્યાને રાખી વિક એન્ડ કરફ્યુ જાહેર કર્યો છે. સાથે જ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે.
આ પણ વાંચો : વાપીના મુક્તિધામમાં 15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અપાયા અગ્નિસંસ્કાર
કોરોનાના વધતા કેસથી ફફડાટ
દમણમાં પણ વધુ 43 કેસ નોંધાતા પ્રશાસન સફાળું જાગ્યું છે. દમણની ડાભેલ ચેકપોસ્ટ પર ચુસ્ત ચેકીંગ હાથ ધર્યું છે. દમણમાં કુલ 287 એક્ટિવ કેસ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : વલસાડમાં સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3-3 દિવસ સુધી પડ્યા રહે છે કોરોના સંક્રમિત મૃતદેહો
વલસાડમાં 305 એક્ટિવ દર્દીઓ
વલસાડ જિલ્લામાં શુક્રવારે વધુ 3 દર્દી કોરોના સામેની જંગ હારી ગયા હતાં. તો, 47 લોકોને કોરોનાએ પોતાની ચપેટમાં લીધા હતાં. વલસાડ જિલ્લામાં હાલ 305 એક્ટિવ દર્દીઓ છે. જે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.