ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન થવાની દહેશત - news in valsad

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ એકાએક કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડૂતોએ કરેલા કઠોળ, શાકભાજી તેમજ આંબાવાડીના કેરીના પાકને નુકસાન થવાની દહેશત વર્તાઇ રહી છે. હજુ આગામી વધુ બે દિવસ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે.

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન થવાની દહેશત

author img

By

Published : Jan 9, 2021, 8:09 PM IST

  • હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સાચી પડી
  • છ તાલુકામાં વરસાદ નોંધાયો જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ
  • કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની દહેશત વર્તાઈ

વલસાડ : જિલ્લામાં શુક્રવારના રોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ ઠંડીનો ચમકારો પણ રહ્યો હતો. તો એમાં કમોસમી વરસાદ તૂટી પડતાં ખેડૂતોએ ખેતરમાં વાવેલા અનેક કઠોળ, શાકભાજી જેવા અનેક પાકોને કમોસમી વરસાદના પાણીને કારણે નુકસાન થવાની દહેશત વર્તાઇ રહી છે જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે.

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન થવાની દહેશત
ખેતરમાં વાવવામાં આવેલા તુવેર, અડદ ચણા જેવા કઠોળના પાકને નુકસાનની દહેશત વર્તાઇ

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા વિસ્તારમાં હાલમાં શિયાળાને લઇને ખેડૂતો કઠોળના પાક તરફ વળતા હોય છે અને રવી પાકોનું વાવેતર તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તુવેર અડદ, ચણા, મગ જેવા અનેક પાકોનો સમાવેશ થાય છે. ત્યારે શુક્રવારે અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે તેમના ખેતરમાં ઉભા થયેલા આ કઠોળના પાકને નુકસાન થવાની દહેશત છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ વરસાદના પાણીને કારણે આ પાકમાં મળ અને જીવજંતુ પડી જશે. જેના કારણે તેની ઉત્પાદન ક્ષમતા નહિવત્ બની જશે.

આંબાવાડી ધરાવતા ખેડૂતોને મંજરી ફૂટવાનો સમય

વલસાડ જિલ્લો કેરી માટે પ્રખ્યાત છે અને અહીંની હાફૂસ કેરી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ત્યારે આંબાવાડી ધરાવતા ખેડૂતોને શુક્રવારે સવારથી પડેલા કમોસમી વરસાદે ચિંતાનું આવરણ કર્યું છે. કારણ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આંબાવાડીમાં મંજરી આવવાનો સમય હોય છે. એટલે કે, કેરીના ફૂલો આંબે આવતા હોય છે અને આ સમયે જો વરસાદ આવે તો આ ફૂલ પર ફૂગ અને વિવિધ પ્રકારના જંતુઓ પડી શકે તેમ છે. જેના કારણે ફુલ કાળા થઈને ખરી જતા હોય છે. જેથી આંબાવાડીમાં કેરીની ઉત્પાદન ક્ષમતા ઘટતી જતી હોય છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે.

હવામાન વિભાગની આગાહી સાચી પડી

હવામાન વિભાગ દ્વારા તારીખ 9 અને 10 દરમિયાન વલસાડ જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. જોકે, 8 તારીખના રોજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક વિવિધ તાલુકાઓમાં વરસાદ તૂટી પડયો હતો. જેને લઇને હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી રહી છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની પુંજી ખેતીવાડીમાં લગાવીને ઉત્પાદન કરતા ખેડૂતોનો કમોસમી વરસાદ વેરી બન્યો છે અને આ વરસાદને કારણે ખેતીમાં તૈયાર થઈ રહેલા ઉભા રવિ પાકને નુકસાન થવાની પૂરેપૂરી દહેશત વર્તાય છે. જેને લઇને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે અને ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.