ETV Bharat / state

વાપીમાં 6 એપ્રિલથી નાઈટ કરફ્યુ પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી - vapi division police

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને રોકવા ગૃહ વિભાગે રાજ્યના 36 શહેરોમાં નાઈટ કરફ્યુ અમલમાં મૂક્યું છે. જેમાં વલસાડ જિલ્લાના વાપી શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાપી શહેરની 5 કિ.મી.ની ત્રિજ્યામાં 6 એપ્રિલથી 12 એપ્રિલ સુધી રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ અમલમાં રહેશે. જે અંગે શહેરીજનોને જાણકારી મળી રહે તેવા આશયથી વાપી ડિવિઝન પોલીસે DYSPના અધ્યક્ષપણા હેઠળ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી
પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી
author img

By

Published : May 6, 2021, 10:54 AM IST

  • ગુરૂવારે 6 એપ્રિલથી 12મી એપ્રિલ સુધી નાઈટ કરફ્યુ
  • ડિવિઝન પોલીસ વિભાગે વાહનોના કાફલા સાથે ફ્લેગમાર્ચ યોજી
  • ફ્લેગ માર્ચ સાથે માઇક પર કરફ્યુ અંગેની જાહેરાત કરાઇ

વલસાડ(વાપી) : શહેરની 5 કિ.મી.ની ત્રિજ્યામાં ગુરૂવારે 6 એપ્રિલથી 12મી એપ્રિલ સુધી નાઈટ કરફ્યુ અમલમાં મુક્યો છે. રાત્રિના 8થી સવારના 6 સુધી લાગુ આ કરફ્યુ અંગે શહેરીજનોમાં જાણકારી મળે તે માટે વાપી ડિવિઝન પોલીસ વિભાગે વાહનોના કાફલા સાથે ફ્લેગમાર્ચ યોજી હતી. ફ્લેગ માર્ચ સાથે માઇક પર કરફ્યુ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી
પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી

6 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન નાઈટ કરફ્યુ અમલમાં રહેશે
શહેરમાં ગુરુવારે 6 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન નાઈટ કરફ્યુ અમલમાં રહેશે. રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ દરમિયાન લોકો સાવચેત રહે, સલામત રહે, સરકારના નાઈટ કરફ્યુને લઈને કેવા નિયમો છે. તેની જાણકારી શહેરીજનોને મળી રહે તેવા આશયથી વાપી ડિવિઝન પોલીસે DYSP વી. એમ. જાડેજાના અધ્યક્ષપણા હેઠળ ફ્લેગ માર્ચ યોજી હતી.
આ પણ વાંચો : વલસાડમાં કરફ્યૂને લઈને પોલીસ વાહનો દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ

પોલીસ અલગ-અલગ પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવશેફ્લેગ માર્ચ દરમિયાન મીડિયાને જાણકારી આપતા વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, આ અમલવારીના સમય દરમિયાન લોકો જાગૃત રહે, બિન જરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિત કોરોનાના જે નિયમો છે. તેનું પાલન કરે તે માટે પોલીસ અલગ-અલગ વિસ્તારમાં ખાસ પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે.
પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી
પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી
પોલીસે માઇક પર કરફ્યુ અંગેની જાહેરાત કરીઆ નાઈટ કરફ્યુમાં વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડ એરિયા ઉપરાંત શહેરની 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. જેની માહિતી નગરજનોને મળી રહે તે માટે વાપીના સર્કિટ હાઉસથી વાપી ટાઉન, ચલા, ગુંજન વિસ્તાર, GIDC, ડુંગરા સહિતના વિસ્તારમાં ત્રણ પોલીસ મથકના 2 PI, PSI, પોલીસ કર્મચારીઓએ અલગ-અલગ 10 જેટલા વાહનોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસે નાઈટ કરફ્યુ અંગે માઇક પર જાહેરાત પણ કરી હતી.આ પણ વાંચો : પાલનપુરમાં 25 પોલીસ વાહનો સાથે જિલ્લા પોલીસ વડાએ યોજી ફ્લેગ માર્ચ
પોલીસે શહેરમાં ફેલગમાર્ચ યોજી
આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રખાશેનાઈટ કરફ્યુ દરમિયાન તમામ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલી રાખી શકાશે. ઉદ્યોગોમાં કામ કરતા કામદારો, હોસ્પિટલ જતા દર્દીઓ, રેલ્વે, બસમાં જતા મુસાફરો પોતાનું આવાગમન કરી શકશે. જ્યારે બિન જરૂરી બહાર નીકળતા લોકો સામે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા, માસ્ક નહિ પહેરનારા લોકો સામે ધ એપીડેમિક ડિસિઝ એક્ટ-1897, કોરોના-19 રેગ્યુલેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને IPC કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.