ETV Bharat / state

રાષ્ટ્રીય કિસાન પરિષદે વલસાડ જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર, કૃષિ કાયદો રદ કરવા કરી માંગ - Valsad rural news

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા લાઠીચાર્જ અને વોટર પેનલ દ્વારા પાણીનો મારો ચલાવી દમન ગુજારવામાં આવ્યો છે. જેના વિરોધમાં બુધવારે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતને વખોડી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય કિસાન પરિષદે વલસાડ જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર

author img

By

Published : Dec 9, 2020, 5:46 PM IST

  • સમગ્ર દેશમાં કૃષિ કાયદાનો વિરોધ યથાવત
  • ત્રણેય કાયદા રદ કરવા ખેડૂતોની માંગ
  • વલસાડ કલેકટરને આપવામાં આવ્યુ આવેદનપત્ર
  • રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા અપાયુ આવેદન

વલસાડઃ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા લાઠીચાર્જ અને વોટર પેનલ દ્વારા પાણીનો મારો ચલાવી દમન ગુજારવામાં આવ્યો છે. જેના વિરોધમાં બુધવારે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતને વખોડી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય કિસાન પરિષદે વલસાડ જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર,

કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ કૃષિ કાયદાને લઈને ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા છે. આ ત્રણ કાયદાઓે વિવાદમાં રહ્યા છે. જેને લઇને કેટલાક ખેડૂતો મુશ્કેલીમાં મુકાય શકે એવી પરિસ્થિતિને કારણે ખેડૂતો વિરોધ કરી આગળ આવ્યા છે. તેઓ આ કૃષિ કાયદાનો વિરોધ કરી રદ કરવામાં આવે માંગ કરી રહ્યા છે.

કૃષિ બિલનો વિરોધ કરતા ખેડૂતો પર સરકાર દ્વારા દમન

કૃષિ કાયદાના વિરોધમાં રોડ ઉપર ઉતરેલા અનેક ખેડૂતો સામે સરકાર દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યું છે. કૃષિ કાયદાનો વિરોધ કરનારા તમામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ, તો ક્યાંક પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારે રોકવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેના સખત શબ્દોમાં વિરોધ કરતાં અનેક ખેડૂત સંગઠનો આગળ આવી રહ્યા છે.

વલસાડ રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આવેદન

વલસાડ જિલ્લા રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા બુધવારે જિલ્લા કલેકટર આર.આર. રાવલને આવેદન પત્ર આપીને જણાવ્યું કે સરકાર દ્વારા વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યું છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આવેદનપત્ર આપવા માટે ભારતીય કિસાન સંઘના પ્રવીણ વૈષ્ણવ, વલસાડ શહેર પ્રમુખ કેતન પટેલ, મયુર, વિશાલ, ભાવિક પટેલ હાર્દિક દેસાઈ સહિત અનેક સભ્યો હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.