વાપીઃ શહેરના ગુંજન વિસ્તારમાં આવેલા અને દેશમાં અગ્રણી શો રૂમ ધરાવતા કલામંદિર જવેલર્સના મેનેજર અને અન્ય સ્ટાફ જવેલર્સ દ્વારા આપવામાં આવેલી વર્દી પહેરીને શોપમાં સેનેટાઈઝ અને સાફસફાઈ કરી રહ્યા હતા, ત્યારે ઉદ્યોગનગર પોલીસ ત્યાં આવી પહોંચતા મેનેજરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વલસાડમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં કેટલીક દુકાનો, મોલ, શૉ-રૂમ જેવા કે જવેલર્સ, હાર્ડવેર, ઇલેક્ટ્રોનિકની દુકાન વગેરેને બંધ રાખવા કલેકટરે ખાસ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે. તેમ છતાં મેનેજર દ્વારા જવેલર્સ શૉ રૂમ ખોલી કાયદાનો ભંગ કર્યો હતો. જેથી ઉદ્યોગનગર પોલીસ દ્વારા મેનેજર વિમલ ચંચલલાલની ધરપકડ કરી હતી.
![વાપીમાં જાહેરનામા ભંગ બદલ જાણીતા કલામંદિર જવેલર્સના મેનેજરની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7086527_1066_7086527_1588766159715.png)
પોલીસે જાહેરનામાં ભંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વાપીના અન્ય વેપારીઓ અને શૉ રૂમના માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
![વાપીમાં જાહેરનામા ભંગ બદલ જાણીતા કલામંદિર જવેલર્સના મેનેજરની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7086527_462_7086527_1588766136639.png)