ETV Bharat / state

વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર મિશન અને તંત્ર દ્વારા અટલ સેવા શટલ રથનું કરાયું લોકાર્પણ - વલસાડ

વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર મિશન અને જિલ્લા વહિવટ તંત્ર દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર ખોરાક અને સારવાર મળી રહે એવા હેતુથી અટલ સેવા શટલ રથનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

valsad
valsad
author img

By

Published : Dec 28, 2020, 7:38 AM IST

  • અટલ સેવા શટલ રથ નો પ્રારંભ કરાવતા વિજય ભાઈ રૂપાણી
  • વર્ચ્યુલ માધ્યમ દ્વારા કરાયું લોકાર્પણ
  • મુખ્ય હેતુ કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલા ને કુપોષણ થી બચાવવાનો

    વલસાડઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહકારથી શરૂ થયેલા અટલ સેવા શટલ એ એક એવો આરોગ્ય રથ છે જેમાં તબીબી ઉપકરણો સાથે એક પ્રસિદ્ધ ડોક્ટર અને ખાસ તાલીમ પામેલા નર્સિંગ સ્ટાફ રહેશે. તે સામાન્યપણે તેમજ ગંભીરપણે કુપોષિત માતાનું પરીક્ષણ કરવાના તમામ જરૂરી ઉપકરણોથી સજ્જ છે. આરત ધરમપુર તાલુકાના તમામ ગામોમાં માસિક નિર્ધારીત કાર્યક્રમ કરવામાં આવશે, જેની જે તે ગામને અગાઉથી જ જાણ કરવામાં આવશે.

મુખ્યપ્રધાને વર્ચ્યુલ રીતે કર્યુ લોકાર્પણ

આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અટલબિહારી બાજપાઈના જન્મ દિને 'અટલ સેવા સટલ આરોગ્ય' રથનું લોકાર્પણ એ અટલજીની રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરે છે. રાજ્યના લોકો તંદુરસ્ત બને માતા બાળકો કુપોષણ મુક્ત બને તેવા રાજ્ય સરકારના પ્રયાસો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અટલજીની પરિકલ્પનાઓ ઉજાગર થશે.

વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર મિશન અને તંત્ર દ્વારા અટલ સેવા શટલ રથનું કરાયું લોકાર્પણ
અટલ સેવ શટલ રથનો મુખ્ય ઉદ્દેશઆ સેવાનો મુખ્ય ઉદ્દેશ પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુપોષિત બાળકો તેમજ 18 વર્ષ સુધીના બાળકોના જન્મની ખામીઓ વિલંબિત વિકાસ રોગો તેમજ કુપોષિત કિશોરીઓ અને ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી મહિલાઓનું પરીક્ષણ કરી પોષણ આહાર જરૂરી દવાઓ તથા સારવાર પૂરી પાડવાનો છે. ગંભીર સમસ્યા ધરાવતી ગર્ભવતી સ્ત્રીઓને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં તેમજ વધુ કુપોષણ ધરાવતા શિશુઓને શ્રીમદ રાજચંદ્ર ચાઈલ્ડ માલન્યુટ્રિશન ટ્રિટમેન્ટ (child malnutrition treatment) મોકલવામાં આવશેશ્રીમદ રાજચંદ્ર સંસ્થા અનેક સામાજીઓ કાર્યોમાં અંતરિયાળ વિસ્તારમાં અગ્રેસર ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિશ્વભરમાં મનુષ્યજાતિ પ્રાણીજગત પર્યાવરણ હતા અને સેવા પહોંચાડવા અને સમાજ કલ્યાણ અભિયાનમાં કાર્યરત છે. જેના મહત્તમ પ્રયત્નો ધરમપુર અને કપરાડા તાલુકાની જરૂરિયાત મંદ પ્રજાના ઉત્કર્ષ માટે ચાલી રહ્યા છે. આરોગ્ય સેવા અંતર્ગત ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, રાજચંદ્ર વિકલાંગ સેન્ટર, રાજચંદ્ર મોબાઈલ મેડીકેર અને રાજચંદ્ર મોબાઈલ ડેન્ટલ ક્લિનિક કિશોરીઓમાં જાગૃતતા લાવવા સ્વાસ્થ્ય શિક્ષણ અવારનવાર યોજાતા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ વગેરે દ્વારા લાખો જરૂરિયાત મંદ લોકોને ગુણવત્તા ભરી નિઃશુલ્ક સારવાર મળી રહી છે.આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે શ્રીમદ રાજચંદ્રના ડોક્ટર મહેતા અને અગ્રણી હેમંતભાઈ કંસારાએ સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર આર રાવલ વ્યવસ્થાતંત્ર લોકોની વેદના અને વ્યથાને વાચા આપવાનું યંત્ર બની રહે અને વ્યથા નિવારણ તંત્ર બની રહે તે માટે લોકો સુધી પહોંચવા જનઅભિયાન દ્વારા શ્રેષ્ઠ પ્રામાણિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન નિવાસી અધિક કલેકટર અને રાજપૂત પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા નાયબ કલેકટર જ્યોતિબા ગોહિલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.