- દેશમાં દર વર્ષે 10 પોલીસ મથકની કામગીરીનો સર્વે કરવામાં આવે છે
- ભારત સરકાર દ્વારા વર્ષના અંતે યાદી જાહેર કરવામાં આવે છે
- 10 શ્રેષ્ઠ પોલીસ મથકમાં ખાનવેલ સામેલ
વલસાડઃ વર્ષ દરમિયાન દેશના 10 પોલીસ સ્ટેશનની કામગીરી પર સર્વે કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન દ્વારા તેમ જ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુના પર નિયંત્રણ તેમ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઈમ રેટ પર અંકુશ લાવવાનું કામ તેમજ તેના પર નજર રાખવામાં આવે છે.
![દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની ટોપટેન યાદીમાં ખાનવેલનું નામ ગુંજયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-toptenpolicestationinindiaoneofthemdnhkhanvel-avb-gj10047_05122020090857_0512f_1607139537_897.jpg)
ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ પોલીસ મથક માટે સર્વે
દર વર્ષે દેશના 10 પોલીસ સ્ટેશનની કામગીરી પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ પર સર્વે કરવામાં આવે છે. તેમજ સ્વસ્થ્ય પોલીસ કર્મીઓના પણ ચકાસવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ યાદી દર વર્ષના અંતમાં જાહેર કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 2020 નું સર્વ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની યાદીમાં દાદરા નગર હવેલીના ખાનવેલ પોલીસ મથકનું નામ આવતા પોલીસ પ્રસાશન દ્વારા તામામ પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નગર હવેલી માટે ગર્વની વાત કહી શકાય એમ છે. શ્રેષ્ઠ પોલીસ મથક માટે દર વર્ષે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સર્વે કરવામાં આવે છે.
19 જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે
આ તમામ નિયમોને આધારે દરેક પોલીસ મથકની આસપાસમાં રહેતા શહેરીજનો અને નાગરિકોને પણ પૂછપરછ કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશનમાંથી મળતા જવાબો અને સંતોષકારક છે કે, કેમ તે અંગેની પણ માહિતી આવે છે અને જે બાદ જ આ 19 નિયમોમાં ખરા ઉતરનારા પોલીસ મથકોને શ્રેષ્ઠ પોલીસ મથકની યાદીમાં જાહેર કરવામાં આવે છે.
તમામ સર્વે કર્યા બાદ શ્રેષ્ઠ પોલીસ મથકમાં સમાવેશ
જેમાં પોલીસ સ્ટેશનનું ઇન્ફાસ્ટ્રકચર તેમજ મહિલાઓ અંગેના ગુનાઓ તેમજ ડિટેક્ટ થયેલા ગુનાઓ પેન્ડિંગ કેસોનો નિકાલ, કાયદો અને વ્યવસ્થા સાથે સાથે પોલીસ મથકમાં કોઈપણ પોલીસ કર્મી જો કોઈ ટ્રેપમાં કે, ACBમાં ઝડપાયો હોય. તો તે પણ આ સમગ્ર સર્વેમાં નોંધ લેવામાં આવે છે. તમામ સર્વે કર્યા બાદ શ્રેષ્ઠ પોલીસ મથકની યાદીમાં પોલીસ મથકને સામેલ કરવામાં આવે છે.
શ્રેષ્ઠ પોલીસ મથકમાં ખાનવેલનુ નામ ગુંજ્યું
ભારત દેશના શ્રેષ્ઠ પોલીસ મથકમાં 1થી 10માં દાદરા અને નગર હવેલીનું ખાનવેલ ખાતે આવેલું પોલીસ સ્ટેશનને એક થી 10 માં સમાવેશ કરવામાં આવ્યો છે. જે દાદરા અને નગર હવેલી માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સમગ્ર બાબતની જાણકારી આજે દાદરા અને નગર હવેલી SP શરદ દરાદેએ ખાનવેલ પોલીસ મથકે એક પત્રકાર પરિષદ યોજીને આપી હતી.