વલસાડઃ શહેરમાં આવેલા એસટી ડેપો નજીકમાં સ્વામી વિવેકાનંદના પૂતળા પાસે આમ આદમી પાર્ટીના જતીનભાઈ પટેલની આગેવાનીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ દિલ્હીમાં મળેલી જીતનો વિજયોત્સવ મનાવ્યો હતો. કાર્યકર્તાઓએ મીઠાઇ વહેંચી અને આમ આદમી પાર્ટી જિંદાબાદ જેવા નારાઓ સાથે વિજય ઉત્સવની ઉજવણી કરી હતી.
કાર્યકર્તાઓએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામને મતદારોએ ખોબે ખોબા ભરીને મતો આપ્યા છે. જેના કારણે જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના શિરે વિજયનો તાજ જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે.