ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન 2020નો પ્રારંભ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 9 કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. 17 કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે 25 પક્ષી બચાવો ટીમ પણ કાર્યરત છે.
વલસાડ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ સહિત વિવિધ વિભાગો અને 14 સમાજિક સંસ્થાઓ જોડાઈ કરુણા અભિયાન 2020નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ શહેરમાં ગઈ કાલે ફાયર સ્ટેશનની બાજુમાં કરુણા અભિયાનના કેન્દ્ર નું ઉદ્દઘાટન માજી પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ કર્યું હતું.
ગત વર્ષે જિલ્લામાં 149 જેટલા પક્ષીઓ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 19ના મોત થયા હતા આ વર્ષે પણ પક્ષીઓને બચાવવા માટે 65 સ્વયંસેવકો, 87 રોજમદાર સ્ટાફ, કલેક્શન સેન્ટર દરેક તાલુકામાં કુલ 17 પશુ દવાખાનાના કેન્દ્રની સંખ્યા 10 જિલ્લામાં કુલ 9 જેટલા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
આમ આ વખતે પણ ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2020 દ્વારા સજ્જ બન્યું છે આ કાર્યક્રમ દરમિયાન વનવિભાગના આધિકારીઓ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.