કપરાડાના 40 થી વધુ ગામોને અડીને વહેતી લોકમાતા કોલક નદી જાણે નારાજ થઈને સુકાઈ ગઈ છે. ETV ભારતે આ નદીના પટની મુલાકાત લીધી હતી, જ્યાં અનેક જળચર જીવો નદીના પટમાં પાણી ન મળતા ટળવળીને મોતને ભેટેલા જોવા મળ્યા હતા. પાણીનું એક ટીપું આ જળચર જીવ માટે એક સંજીવની સમાન બની રહે એમ છે, પરંતુ પાણી સુકાઈ જતા અનેક જીવો નદીના પટમાં સુકાઈને પડેલા નજરે પડ્યા હતા.
જો કે, કેટલાક સ્થળે હજુ પથ્થરોમાં, ખાડાઓમાં ક્યાંક ક્યાંક પાણીના ખાબોચિયાઓ જોવા મળે છે. જ્યાં મનુષ્ય પાણી માટે વલખા મારતો હોય ત્યાં જળચર જીવોને તો નદી સુકાઈ જતા મોતને ભેટવું જ પડે એમ છે.