ETV Bharat / state

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી : 44 ઝોનલ સાથે 374 બૂથ પર 4,000 કર્મચારીઓ વોટિંગ મશીન સાથે રવાના - અરુણોદય પ્રાથમિક સ્કૂલ

આવતીકાલે મંગળવારના રોજ યોજાનારી કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા આજે સંપૂર્ણપણે વિશેષ વ્યવસ્થાઓ સાથે 374 જેટલા મતદાન મથકો ઉપર સરકારી કર્મચારીઓની ટીમ સાથે વીવીપેટ મશીન રવાના કરવામાં આવ્યા છે, ત્યારે આવતીકાલે વહેલી સવારથી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2,45,746 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે covid-19 અંતર્ગત વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે.

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી
કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી
author img

By

Published : Nov 2, 2020, 3:15 PM IST

Updated : Nov 2, 2020, 4:09 PM IST

  • 3 નવેમ્બરના રોજ વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી
  • સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2,45,746 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
  • 44 ઝોનલ સાથે 374 બુથ પર 4,000 કર્મચારીઓ વોટિંગ મશીન સાથે રવાના

વલસાડ : 3 નવેમ્બરના રોજ વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી યાજાવાની છે. ત્યારે કપરાડા બેઠકમાં લઈને વહીવટી તંત્ર દ્વારા સોમવાર સંપૂર્ણપણે વિશેષ વ્યવસ્થાઓ સાથે 374 મતદાન મથકો પર સરકારી કર્મચારીઓની ટીમ સાથે વીવીપેટ મશીન રવાના કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારના રોજ વહેલી સવારથી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2,45,746 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે.

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી
3 નવેમ્બરના રોજ વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી

કપરાડા પેટા ચૂંટણી

  • 44 ઝોનલ ઓફિસર્સ
  • 524 બેલેટ યુનિટ
  • 509 કંટ્રોલ યુનિટ
  • 548 વીવીપેટ મશીન
  • 374 બૂથ
  • 4000થી વધુ સરકારી કર્મચારી
  • 2,45,746 મતદારો

4000 સરકારી કર્મચારીઓ 374 મતદાન મથકે સાંજ સુધી પહોંચી જશે

3 નવેમ્બર, મંગળવારના રોજ કપરાડા વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જે માટે સોમવારના રોજ વહેલી સવારથી કપરાડા મુખ્ય મથક ખાતે આવેલી અરુણોદય ઈ સ્કૂલ ખાતે રિસિવિંગ એન્ડ સ્પેસ સેન્ટર ખાતેથી 44 ઝોનલ ઓફિસર્સ સાથે 524 બેલેટ યુનિટ, 509 કંટ્રોલ યુનિટ અને 548 વીવીપેટ મશીન સાથે ૩૭૪ બુથો પર 4000થી વધુ સરકારી કર્મચારીઓ રવાના કરવામાં આવ્યા છે. 374 બુથો પર મોકલવામાં આવેલા સરકારી કર્મચારીઓ માટે 37 ST બસ તેમજ 59 મિની બસ તથા અન્ય 94માં આ તમામ 4000 સ્ટાફને વિવિધ બૂથ પર રવાના કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી
સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2,45,746 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

87 મતદાન મથકોને સંવેદનશિલ જાહેર કરાયા

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કપરાડા વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીમાં 87 સંવેદનશીલ બૂથ જાહેર કરવામાં આવ્યા છે. જ્યા આગળ સંપૂર્ણ સુરક્ષાત્મક રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેની સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં કેટલાક એવા મતદાન મથકો છે, જ્યાં CCTV મારફતે સતત વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી તમામ સુરક્ષાને ધ્યાને રાખી શકાય.

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી
44 ઝોનલ સાથે 374 બુથ પર 4,.000 કર્મચારીઓ વોટિંગ મશીન સાથે રવાના

મંગળવારે વહેલી સવારથી મતદાન શરૂ થશે

સોમવારે અરુણોદય પ્રાથમિક સ્કૂલ ખાતેથી રિસિવિંગ અને ડિસ્પ્લે સેટિંગ સેન્ટર ખાતેથી 4000થી વધુ સરકારી કર્મચારીઓ મોડી સાંજ સુધી કપરાડાના 374 બૂથ પર પહોંચી જશે. મંગળવારે વહેલી સવારથી મતદાન શરૂ થશે.

Last Updated : Nov 2, 2020, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.