ETV Bharat / state

વાપીમાં 'રોટરી-આરતી' ડેડીકેટેડ અત્યાધુનિક કોવિડ સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું - Rotary District Governor Prashant Jani

કોરોના મહામારીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલ અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થાય છે. પ્રાઈવેટ હોસ્પિટલની મોંઘી સારવાર મધ્યમ વર્ગને પોષાતી નથી અને સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની તેમને આંતરિક ઈચ્છા ઓછી હોય છે. આવા સમયે વાપીમાં 'રોટરી-આરતી' ડેડીકેટેડ સસ્તા દરે અત્યાધુનિક સુવિધા સાથેનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

vapi
વાપી
author img

By

Published : Aug 9, 2020, 10:27 AM IST

વાપી: મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાસભર સારવાર, વ્યાજબી દરે મળી રહે તે માટે રોટરી ક્લબ ઓફ વાપી અને આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ દ્વારા રોફેલ કોલેજ, જીઆઈડીસી, વાપી ખાતે 'રોટરી-આરતી' ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરનું નિર્માણ, હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે.

રોટરી/આરતી દ્વારા આરંભાયેલા આ ભગીરથ કાર્યમાં વાપીનાં બીજા ઉદ્યોગપતિઓ પણ જોડાઈ ગયા છે અને ઉદાર હાથે દાન આપી, તેમણે આ કપરી પરિસ્થિતિમાં પોતાનાં સામાજિક દાયિત્વનું નિર્વાહન કર્યું છે. રોફેલ ટ્રસ્ટ દ્વારા કોલેજ કેમ્પસ વિના મુલ્યે આપવાં આવ્યું છે. આ ઉપરાંત દાનની રકમ મેડીકલનાં સાધનો તથા અન્ય સગવડોને ઉભી કરવામાં તેમજ સારવારનાં દરોને અનુદાન આપવામાં વપરાશે. પ્રથમ તબક્કે 75 દર્દીઓને સારવાર આપી શકાય એ રીતની સગવડ ઉભી કરવામાં આવી છે. જેમાં 19 દર્દીઓને ઓક્સિજન / HFNCની સગવડ આપી શકાશે.

વાપીમાં 'રોટરી-આરતી' ડેડીકેટેડ અત્યાધુનિક કોવિડ હેલ્થ સેન્ટરનું કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરાયું

આ સેન્ટરનું ઉદ્ઘાટન 8 ઓગસ્ટના દિવસે વલસાડનાં કલેકટર આર. આર. રાવલ, પારડીનાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તથા રોટરીનાં ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રશાંત જાનીનાં શુભહસ્તે કરવામાં આવ્યું હતું. જેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ સુવિધા ઉભી થવાથી વાપીના લોકોને ખૂબ જ ફાયદો થશે. જો કે, સેન્ટર ઉભું કરવામાં થોડું મોડું થયું છે. તેમ છતાં હવે સમયસર સારવાર આપવાની નેમ પાળી શકીશું. આ સેન્ટરમાં અત્યાધુનિક વેન્ટિલેટર, ઓક્સિઝન, આઇસોલેશન, ક્વોરોન્ટાઇન અને કોમ ઓરબીટ કન્ડિશનમાં પણ દર્દીઓને સસ્તા દરે સારવાર કરી સાજા કરી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કલકેટર આર. આર. રાવલે જણાવ્યું હતું કે, વાપીમાં કોરોના ટેસ્ટિંગ અંગેની દરખાસ્ત મળી છે. વાપીમાં કોરોના ટેસ્ટિંગ અંગેની દરખાસ્ત મળી છે, પરંતુ હાલ સરકાર ઘરેઘરે ચકાસણી કરી રહ્યું છે. તેમજ એન્ટીજેન માટે વધુ 1500 કીટ મંગાવવામાં આવી છે. 1500 કીટ VIA પુરૂ પાડવાનું છે. એટલે આગામી દિવસોમાં એક દિવસમાં 700 ટેસ્ટિંગ કરી શકાશે અને કોરોના પર કાબૂ મેળવી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.