વલસાડ : રાજ્ય સરકાર દ્રારા 19 શહેરોમાં 22મી જાન્યુઆરીના રોજથી રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી વલસાડમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ (Valsad Night Curfew) સઘન સાથે ઠેરઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાય રહ્યું છે. જેમાં એક નવ પરણીત વર-કન્યા લગ્ન (Bride and Groom Case in Valsad) વિધિ પતાવીને ઘરે જાય તે પહેલી વલસાડ પોલીસે ધરપકડ કરી હતી. વર કન્યાની પહેલી રાત પોલીસ મથકમાં વિતાવવાનો વારો આવ્યો હતો.
વલસાડમાં લગ્ન પરથી પરત થતા પોલીસે અટકાયત કરી
વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંના ભાઈ મનોજના દિકરાના લગ્ન અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં હતા. જેમાં રાત્રે નવપરણિત વર-કન્યાની વિદાય થઇ હતી. કન્યા પોતાના સાસરે જાય એ પહેલા જ વર-કન્યાનું સ્વાગત કરવા ઉતરેલી વલસાડ સીટી પોલીસે રાત્રી કરર્ફ્યુનો ભંગ કરવા બદલ નવ પરણીત અને પરિવાર સહિતને અટકાયત કરી હતી.
લગ્ન પ્રસંગ પતાવી મુંબઈથી વલસાડ આવતા વેપારીના પરિવાર સામે પણ રાત્રી કરફ્યુ અંગે કાર્યવાહી
આ ઉપરાંત મુંબઇથી વલસાડમાં આવી રહેલા મોટા વેપારીના પરિવારને અટકાવી તેની ઉપર રાત્રી કરર્ફ્યુ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજુ મરચાંના ભાઈના નવપરણિત વર-કન્યા સહિત પરિવારને સવારે પોલીસ મથકે આવવા જણાવ્યું હતું. વલસાડ સીટી પોલીસે નવ પરણીત વર-કન્યા સહિત અન્ય લોકોની ધરપકડ કરતા વલસાડ શહરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચોઃ એક વિવાહ ઐસા ભી : સાસુએ વરરાજાનું ખેંચ્યુ નાક, કન્યાએ કર્યું, ટાટા-બાય બાય
રાત્રે દસ બાદ વલસાડ પોલીસે સઘન ચેકીંગ કરતા અનેક સામે કાર્યવાહી
કોરોનાના વધતા જતા કેસને લઈને વલસાડ જિલ્લામાં પણ રાત્રિના 10 બાદ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે. તેને પગલે પોલીસે રાત્રે 10 બાદ સઘન વાહન ચેકિંગ (Valsad Police Night Curfew Checking) અભિયાન હાથ ધર્યું છે. રાત્રી દરમિયાન જે પણ લોકો 10 વાગ્યા બાદ દેખાય છે. તેની સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગ પતાવીને ફરી રહેલા બે પરિવારોને પોલીસે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચોઃ ...અને પિતાએ જ પુત્રી સાથે લગ્ન કરવાની કરી જીદ્દ