વાપી: ઉમરગામ તાલુકામાં ત્રણે દિવસ પહેલા સોસિયલ મીડિયામાં થયેલી ટિપ્પણીને કારણે ચિત્રકૂટમાં રહેતા વિધર્મી ઈસમોએ બે યુવાનોને રસ્તા પર રોકી સળિયા, લાકડા વડે ઢોર માર્યો હતો. જેમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. આ અંગે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ અંગે વાપી ડી.વાય.એસ.પી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અથડામણ બે મિત્રો વચ્ચેની અગાઉની બોલાચાલીને કારણે થઈ હતી. જેમાં ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધી 10 લોકોની અટક કરી છે. હાલ કોરોના મહામારીને લઈને તેમનો કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાને કોઈ બે જૂથ વચ્ચેની અથડામણ તરીકેનો રંગના આપે તે માટે પોલીસ બંદોસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકામાં હરીશ ટેક્સ્ટાઇલ લિમિટેડ કંપની સામે રહેતા ફરિયાદી તીર્થ મહેન્દ્રપ્રસાદ તેના મિત્ર આકાશ સાથે મોટર સાયકલ પર ઉમરગામ ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી મસ્જિદની સામે રોડ પરથી પસાર થઇ રહ્યા હતો. તે દરમિયાન 15 લોકોનું ટોળું ભેગુ કરી તીર્થ પ્રસાદ અને તેના મિત્ર આકાશને લાકડા સળીયાથી માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.