કપરાડા તાલુકાના આદિવાસીઓ માટે વિવિધ ચીજ વસ્તુઓ ખરીદી માટે હબ ગણવામાં આવતા નાનાપોઢા ગ્રામ પંચાયત માર્કેટમાં ગત રોજ યુવક એક ટાબરીયા સાથે એક અથાણા વેંચનાર મહિલાની દુકાન આગળ 5 મીનિટ ઉભા રહ્યા બાદ ટાબરીયાએ દુકાનના ગલ્લામાંથી નજર ચૂકવી અંદાજિત 1000ની રકમ ચોરી ત્યાંથી પલાયન થવામાં સફળ રહ્યો હતો.
જો કે, આ સમગ્ર ઘટના બાદ એક મહિલાને ખ્યાલ આવતા તેણે બુમાબુમ કરતા સ્થાનિક દુકાનદારો અને વેપારીઓએ યુવક અને ટાબરીયાને ઝડપી પાડી યુવકને મારમારી પોલીસ હવાલે કર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં યુવક દુકાનની સામે ઉભો રહી ચોરી કરવા માટે નાના ટાબરીયાને નિર્દેશ કરતો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. આ સમગ્ર ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા.