વલસાડ: જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ(Increase in Corona case in Valsad) રહ્યો છે, જેમાં છેલ્લા બે દિવસમાં જ આંકડો 100ને પાર પહોંચી ગયો છે. વધી રહેલા કોરોનાને રોકવા માટે નાયબ કલેકટરે ટ્વિટ કરીને માહિતી આપતા(Important decision of Valsad Deputy Collector) જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલા મોટા મંદિરો શનિ અને રવિવારના દિવસે બંધ(temple in Valsad will remain closed) રાખવામાં આવશે.
વલસાડના કયા કયા મંદિરો રહેશે બંધ જાણો
જિલ્લામાં આવેલા જાણીતા મંદિરોમાં અબ્રામા ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર, પાનેરા ડુંગર પર આવેલા માં શક્તિનું ધામ, તિથલ દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિર અને ધોરાજી ખાતે આવેલું માં વૈષ્ણોદેવીનું મંદિર શનિવાર અને રવિવારનાં દિવસે બંધ રહેશે.
નાયબ કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી અપાઇ
જિલ્લામાં જે પ્રમાણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેને કેન્દ્રમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા શનિ-રવિની રજાઓમાં મંદિરો બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા મંદિરો બંધ રહેશે આ અંગેની જાણકારી નાયબ કલેકટરે ટ્વિટર થકી ટ્વિટ કરીને આપી(Informed by Deputy Collector by tweeting) હતી. રજાઓના દિવસોમાં મંદિરો ઉપર એકત્રિત થતી ભીડને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ખેડા વહીવટી તંત્ર દ્વારા 30 એપ્રિલ સુધી મંદિરો બંધ રાખવાનો લેવાયો નિર્ણય
આ પણ વાંચો : જામનગરમાં મોટાભાગના મંદિરો બંધ, નિયમો મુજબ ગુરુદ્વારા ખુલ્લુ મુકાયુ