ETV Bharat / state

વલસાડમાં સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળનો નિર્ણય, કોરોનામાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવનારા બાળકોની એક વર્ષની ફી માફ

author img

By

Published : Jun 22, 2021, 4:39 PM IST

વલસાડ જિલ્લામાં corona virusને કારણે મૃત્યું પામેલા પરિવારના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળ દ્વારા કોરોનાથી માતા પિતાની છત્ર છાયા ગુમાવનારા બાળકની એક વર્ષની ફી સંસ્થા માફ કરશે. આ નિર્ણય અંગે વલસાડ જિલ્લા self finance શાળા સંચાલક મંડળના presidents પુરાણી કપિલ જીવણદાસજીએ ETV bharat સાથે વાતચીત કરી વિગતો આપી હતી.

વલસાડમાં સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળનો નિર્ણય

  • સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળની પહેલ
  • કોરોનાથી માતા-પિતાની છત્ર છાયા ગુમાવનારા બાળકની ફી માફ કરાશે
  • 60 શાળાઓએ લીધો મહત્વનો નિર્ણય

વલસાડઃ જિલ્લામાં 100 જેટલી ફાયનાન્સ સ્કૂલ (schools) માંથી વલસાડ જિલ્લા સેલ્ફ ફાયનાન્સ શાળા સાથે જોડાયેલી 60 શાળાઓના સંચાલકોએ મહત્વનો નિર્ણય લીધો છે. જે નિર્ણય અંતર્ગત corona મહામારી દરમિયાન જે પરિવારમાં માતા-પિતા કે બે માંથી કોઈ એક મૃત્યુને ભેટ્યા હોય તેવા વિદ્યાર્થીઓ (students)ની એક વર્ષની ફી માફ કરવામાં આવશે. અભ્યાસમાં બનતી તમામ મદદ સ્કૂલ તરફથી પુરી પાડવામાં આવશે.

એક વર્ષની ફી મંડળ સાથે જોડાયેલી સંસ્થા માફ કરશે

આ અંગે સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજીંગ ટ્રસ્ટી અને વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સંચાલક મંડળના અધ્યક્ષ પુરાણી કપિલ જીવણદાસજીએ ETV bharat સાથેની વાતચીતમાં વિગતો આપી હતી કે, ગત 17મી જૂને પારડી વલ્લભ આશ્રમ ખાતે સંચાલક મંડળની બેઠક મળી હતી. જેમાં કોરોના(corona) થી માતા-પિતાની છત્ર છાયા ગુમાવનારા બાળકની એક વર્ષની ફી મંડળ સાથે જોડાયેલી સંસ્થા માફ કરશે.

જિલ્લામાં અંદાજીત 100 સેલ્ફ ફાયનાન્સ શાળા

જિલ્લામાં અંદાજીત 100 જેટલી સેલ્ફ ફાયનાન્સ શાળા (Self Finance School)ઓ કાર્યરત છે. જેમાંથી આ મંડળ સાથે 60થી વધુ સ્કૂલ જોડાયી છે. જે તમામ શાળાના સંચાલકોએ આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો છે. તે અંગે દરેક શાળામાં એડમિશન માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગુરુકુળ (Swaminarayan Gurukul)માં આવી 10થી 12 એપ્લિકેશન આવી છે. અન્ય શાળાઓમાં પણ એપ્લિકેશન આવી રહી છે.

આ પણ વાંચોઃ કોરોનામાં વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા, રાજકોટ જિલ્લામાં 2000થી વધુ બાળકોનું એડમિશન

વાલીઓ સંચાલક મંડળનો સંપર્ક કરે

આ નિર્ણય અંગે પ્રચાર પ્રસાર કરવામાં ETV bharat સહિત અન્ય કેટલાય મીડિયા હાઉસ તરફથી પણ સપોર્ટ મળતો હોય તેમનો પણ આભાર માન્યો હતો. આ ઉપરાંત કોઈ શાળામાં આ અંગે કોઈ વાલીને કોઈ તકલીફ જણાય તો તેઓ તેમનો સંપર્ક કરી શકે છે. જેથી તેનું યોગ્ય નિરાકરણ લાવી મદદરૂપ થઈ શકે તેવું પણ કપિલ સ્વામીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતના વાલી મંડળે 50 ટકા ફી માફી અંગે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હોસ્ટેલની પણ સુવિધા અપાશે

ઉલ્લેખનીય છે કે, આ લાભ મેળવવા જે તે બાળકના વાલીએ અરજી સાથે માતા-પિતાનો મરણનો દાખલો રજુ કરવાનો રહેશે. સ્વામિનારાયણ ગુરુકુળમાં આવા બાળકો માટે સેલવાવમાં દીકરીઓ માટે અને ચીખલીમાં દીકરાઓ માટે હોસ્ટેલની પણ સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વિનામૂલ્યે તમામ સવલતો પુરી પાડી ધોરણ 12 સુધીના અભ્યાસમાં અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે કોલેજના અભ્યાસ સુધીની મદદ પુરી પાડવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.