ETV Bharat / state

કોરોના વાઈરસની અસર વચ્ચે માનવતા મહેકીઃ ગરીબ પરિવારોને સંસ્થા દ્વારા રાશન સામગ્રીનું વિતરણ કરાયું - Distribution of ration material

કોરોના વાઈરસના કાળા કેર વચ્ચે 21 દિવસના લોકડાઉનથી રોજનું રોજ કમાઈને ખાનારા લોકોની હાલત કફોડી બનશે. તેવા સમયે લોકોને બે ટંકનું ભોજન મળી રહે તેવા ઉદ્દેશ્યથી વાપીની વાપી જમીયત એ ઉલેમા એ હિન્દ અને અન્ય સંસ્થાઓએ સાથે મળી 300 જેટલી રાશન કીટ તૈયાર કરી હતી. જે વાપીના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોમાં વિતરણ કરવામાં આવી છે.

Vapi's organization
ગરીબ પરિવારોને વાપીની સંસ્થા દ્વારા રાશન સામગ્રીનું વિતરણ કરાયું
author img

By

Published : Mar 25, 2020, 7:47 PM IST

વલસાડઃ વાપી સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડાઈ છે, ત્યારે રોજનું રોજ કમાઈને ખાનારો વર્ગ મુશ્કેલીમાં ન મુકાઈ જાય, તે માટે વાપીની વાપી જમીયત એ ઉલેમા એ હિન્દ અને અન્ય સંસ્થાઓએ 300 જેટલી રાશન સામગ્રીની કીટ બનાવી વાપીના વિવિધ વિસ્તારોમાં પોલીસની મદદથી વિતરણ કરી હતી.

ગરીબ પરિવારોને વાપીની સંસ્થા દ્વારા રાશન સામગ્રીનું વિતરણ કરાયું

આ પ્રસંગે વાપી જમીયતે ઉલેમાએ હિંદના પ્રમુખ ઇન્તેખાબ ખાન જણાવ્યું હતું. કે કોરોના વાઈરસ સામેની આ લડતમાં ગરીબ લોકોનો ધંધો રોજગાર બંધ હોય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી મદદરૂપ થવાની ભાવનાથી આ કામગીરી કરવામાં આવી રહી છે.

Humanity Seems due to Corona Virus lock down: Distribution of ration materials by Vapi's organization to poor families
જમીયત એ ઉલેમા એ હિન્દ અને અન્ય સંસ્થાઓએ સાથે મળી 300 જેટલી રાશન કીટ તૈયાર કરી

ઇન્તેખાબ ખાને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સરકાર પણ આવા લોકો માટે ખાસ રોકડ રકમની સહાય કરે તે જરૂરી છે. જે લોકો પાસે વધારાનું અનાજ કઠોળ છે. તે અનાજ કઠોળ આવા ગરીબ લોકોમાં વિતરણ કરશે તો આપણે આ કોરોનાની કુદરતી આફતનો સામનો કરી શકીશું.

વાપીમાં અન્ય એવા કેટલાક લોકો છે જે ફસાયા છે અને તેઓને માટે હોટેલમાં ખાવાનું મોંઘુ બન્યું છે. પોતાનાં જેવા હોટેલ માલિકોને જો પોલીસ અને તંત્રની પરવાનગી આપે તો આવા લોકો માટે ખાસ ટિફિન સર્વિસ કરી મદદરૂપ થઇ શકાય.

દેશમાં હાલ ચારે તરફ કોરોનાની કુદરતી આફત સામે લડવા દરેક સમાજ એક થઈને કામ કરી રહ્યો છે. તેવી જ ભાવના કાયમ જળવાઈ રહે તેવી આશા ઇન્તેખાબ ખાને વ્યક્ત કરી હતી. આ સંસ્થાઓ દ્વારા વાપીના ગીતા નગર, કંચન નગર, ડુંગરી ફળીયા સહિતના વિસ્તારોમાં ચોખા, દાળ, તેલ, કાંદા બટાકા જેવી ચીજવસ્તુઓની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.