ETV Bharat / state

સલીમની માનવતા, ટ્રેનમાં હાથ કપાયેલ યુવતીને ખભા પર ઊંચકી દવાખાને પહોંચાડી

ભિલાડ: મઝાહબ નહીં શીખાતા આપસ મેં બૈર રખનાં.... હિન્દુ હૈ હમ વતન હિન્દુસ્તા હમારા..... આ પંક્તિને ગુરુવારે ભિલાડ રેલવે સ્ટેશને સલીમ નામના યુવાને શાર્થક કરી માનવતાના અનોખા દર્શન કરાવ્યા હતા.

author img

By

Published : Mar 29, 2019, 2:30 AM IST

સ્પોટ ફોટો

સુરતથી વિરાર જતી મેમુ શટલ ટ્રેનમાં ભિલાડ રેલવે સ્ટેશને ઉતરતી વખતે એક યુવતીનો પગ સ્લીપ થયો હતો અને તે જ સમયે ટ્રેન ઉપડતા તેનો ડાબો હાથ ટ્રેનમાં કપાઈ ગયો હતો. આ કમકમાટી ભરી ઘટના ઘટતા રેલવે સ્ટેશન પર મુસાફરો અને રેલવે તંત્રએ તાત્કાલિક યુવતીને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અને ત્યાર બાદ 108ને ફોન કરી ઘાયલ યુવતીને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી હતી.

સલીમની માનવતા

આ સમગ્ર ધટના બન્યા બાદ અડધા કલાક ઉપરનો સમય વિત્યો હોવા છતાં 108ના આવતા ભીલાડના સલીમ શેખ નામના યુવાને માનવતા બતાવી યુવતીને પોતાના ખંભે ઊંચકી નજીકના ભિલાડ સરકારી દવાખાને ખસેડી હતી. ત્યાર બાદ પણ સારવાર કારગત ન નિવડતા તેને વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં પોતાનો હાથ ગુમાવનાર યુવતીનું નામ રશ્મિ હોવાનું અને તે દમણમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાની વિગતો મળી છે.

અકસ્માતની આ ઘટનામાં સલીમે પોતાની માનવતા બતાવી એક મિશાલ કાયમ કરી છે. એક બાજુ લોકો જાતપાતના ધર્મના નામે લડતા હોય છે. તેવામાં ભીલાડના સલીમ શૈખે માણસ પ્રત્યેની આવી માનવતા દાખવી પોતાની જવાબદારી સમજી માનવતાની મહેક જગાડી હતી.

ઉલ્લેખનીય છે કે સલીમ શેખ નામનો યુવાન છેલ્લા ઘણા વર્ષોથી ભીલાડમાં અને તેની આસપાસના વિસ્તારમાં અજાણી લાશને પોસ્ટમોર્ટમ માટે તેમજ મૃતકના સગા વ્હાલાઓને શોધી મૃતકના મૃતદેહને સોંપવાની તેમજ ઘાયલોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની અનોખી સેવા કરી રહી રહ્યો છે. જેમાં ગુરુવારે યુવતીનો જીવ બચાવવા દાખવેલી માનવતા બદલ સૌ કોઈએ તેને આ વિસ્તારનો સાચો હીરો ગણાવ્યો હતો.

Intro:Body:

વલસાડ: પારડી રેલવે સ્ટેશને સુરત વિરાર શટલમાં વિકલાંગ ડબ્બામાં તિક્ષ્ણ હથિયાર વળે ઘા મારી કરપીણ હત્યા કરાયેલી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.  ઘટનાની જાણ પારડી રેલવે સ્ટેશને રેલવે જીઆરપી પોલીસની ટીમ પારડી આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. 

સુરતથી વિરાર જતી લોકલટ્રેનના ડબ્બા નંબર 117104ના વિકલાંગ અને મહિલા માટેના ડબ્બામાં એક અજાણી મહિલાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે 4 જેટલા ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી છે. જો કે, આ મહિલા કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે જાણી શકાયું નથી.

ઘટના અંગેની જાણ થતા રેલવે પોલીસે ટ્રેન અટકાવીને મહિલાના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી હતી. મહિલા પાસેથી એક થેલી પણ મળી આવી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા ડૉગ સ્ક્વૉડ અને એફ.એસ.સેલની ટીમને બોલાવીને હત્યાનું પગેરૂં શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા સ્થળ પર પણ રેલ્વેના DYSP અને PSI યુ.વાય. સોલંકીની ટીમ આવી પહોંચી હતી. હાલ પોલીસે મહિલાની ઓળખ માટે તેમજ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.