ETV Bharat / state

પીપરોળમાં બનેલી ઘટનાને લઇ હિન્દૂ સંગઠન દ્વારા મામતદારને રેલી યોજી આવેદન અપાયું

વલસાડ: જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ખૂબ જ આસ્થા અને ધર્મનું કેન્દ્ર ધરાવતા એવા પીપરોળ ગામે આવેલા અભિનાથ મહાદેવના મંદિરે ગતરોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ મહાદેવની પ્રતિમા ઉપર મૂકવામાં આવેલી પાઘડી પણ ઉતારી દઇ પ્રતિમાને નીચે ફેંકી દેવાઈ હતી. જેને લઇને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેને અનુલક્ષીને ધરમપુરના આસપાસના 10થી વધુ ગામોના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.

Valsad
Valsad
author img

By

Published : Dec 18, 2019, 2:38 PM IST

ધરમપુરથી 20 કિલોમીટર દુર એવા અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલા અભિનાથ મહાદેવ મંદિરે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી મહાદેવની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો આદિવાસી સમાજમાં પડ્યા છે વર્ષોથી વરસાદી દેવ તરીકે જાણીતા બનેલા આ મંદિરે વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામથી લઇને છેક બીલીમોરા સુધીના લોકો અહીં પૂજા કરવા માટે આવે છે.

જેના કારણે આદિવાસી સમાજમાં આ મંદિર ખૂબ જ મહત્વ છે અને આ જ મંદિરે બનેલી ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગઈકાલે આ ઘટના બાદ લોકોએ એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પીપરોળમાં બનેલી ઘટનાને લઇ હિન્દૂ સંગઠન દ્વારા મામતદારને રેલી યોજી આવેદન અપાયું

જેને અનુલક્ષીને આજે ધરમપુરના સમડી ચોક ખાતે 10થી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા સાથે એક રેલી યોજી મામલતદાર કચેરી સુધી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમજ જો દસ દિવસમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો આદિવાસી સમાજ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિસેમ્બર માસ આવતા જ કેટલાક તત્વો દ્વારા હિન્દુ મંદિરોમાં તોડફોડ કરીને શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ ઘટના બાદ કેટલાક અગ્રણીઓ પોતાના રાજકીય રોટલો શેકી લેતા હોય છે. આવી ઘટનાઓને પગલે ધરમપુર અને કપરાડા વિસ્તારની શાંતિ પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Intro:વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ખૂબ જ આસ્થા અને ધર્મનું કેન્દ્ર ધરાવતા એવા પિપરોળ ગામે આવેલા અભિ નાથ મહાદેવના મંદિરે ગતરોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ મહાદેવની પ્રતિમા ઉપર મૂકવામાં આવેલી પાઘડી પણ ઉતારી દઇ પ્રતિ મને પણ નીચે ફેંકી દેવાઈ હતી જેને લઇને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા જેને અનુલક્ષીને આજે ધરમપુરના આસપાસના ૧૦ થી વધુ ગામોના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે

Body:ધરમપુર થી 20 કિલોમીટર દુર એવા અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલા અભિનાથ મહાદેવ મંદિરે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી મહાદેવની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો આદિવાસી સમાજ માં પડ્યા છે વર્ષોથી વરસાદી દેવ તરીકે જાણીતા બનેલા આ મંદિરે વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ થી લઇ ને છેક બીલીમોરા સુધીના લોકો અહીં પૂજા કરવા માટે આવે છે જેના કારણે આદિવાસી સમાજમાં આ મંદિર ખૂબ જ મહત્વ છે અને આ જ મંદિરે બનેલી ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગઈકાલે આ ઘટના બાદ લોકોએ એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને આજે ધરમપુરના સમડી ચોક ખાતે ૧૦ થી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા સાથે એક રેલી યોજી મામલતદાર કચેરી સુધી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ જો દસ દિવસમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો આદિવાસી સમાજ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિસેમ્બર માસ આવતાં જ કેટલાક તત્વો દ્વારા હિન્દુ મંદિરોમાં તોડફોડ કરીને શાંતિપૂર્ણ વાતાવરણ ને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ ઘટના બાદ કેટલાક અગ્રણીઓ પોતાના રાજકીય રોટલો શેકી લેતા હોય છે આવી ઘટનાઓને પગલે શાંતિ પૂર્ણ પંથક તરીકે પંકાયેલા ધરમપુર અને કપરાડા વિસ્તાર ની શાંતિ પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

બાઈટ 1 કલ્પેશ કાપડિયા (પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.