ETV Bharat / state

Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ - Heavey Rain

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રવિવારે વહેલી સવારના 6 વાગ્યાથી 10 વાગ્યામાં સરેરાશ 9થી 10 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતાં. જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ

author img

By

Published : Jul 18, 2021, 12:41 PM IST

  • વાપીમાં 4 કલાકમાં 8.94 ઇંચ વરસાદ
  • ઉમરગામ તાલુકામાં 4 કલાકમાં 9.93 ઇંચ વરસાદ
  • વલસાડ તાલુકામાં 5.81 ઇંચ વરસાદ

વલસાડ : જિલ્લાના વાપી-ઉમરગામમાં મેઘરાજા મનમુકીને વરસતા નદીનાળા છલકાયા હતાં. તો, રસ્તાઓ પર અને ઘરોમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે ઉમરગામના સરીગામ, ભિલાડ, સરઈ સહિતના ગામોમાં લોકોએ ઘર બહાર નીકળી સુરક્ષિત સ્થાન પર આશરો લેવાની ફરજ પડી હતી. દમણમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું.

Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ
Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ

વાપી-ઉમરગામમાં મેઘરાજાની મહેર

ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારથી હાથતાળી આપતા મેઘરાજાએ રવિવારે વલસાડ જિલ્લા પર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પોતાનું હેત વરસાવ્યું હતું. રવિવારે વલસાડ જિલ્લાના વાપીમાં સવારના 06 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 8.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામ તાલુકામાં 4 કલાકમાં 9.93 ઇંચ વરસાદ વરસ્યો હતો. એ ઉપરાંત કપરડામાં 1.42 ઇંચ, ધરમપુર માં 3.52 ઇંચ, પારડીમાં 3.24 ઇંચ અને વલસાડ તાલુકામાં 5.81 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો:Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ

ઉમરગામમાં રસ્તાઓ પર ભરાયા પાણી

જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાના ભિલાડ, સરીગામ, સરઇ, ઉમરગામ ટાઉનમાં રસ્તાઓ પર ઘુટણ સમાં પાણી ભરાયા હતાં. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા હતાં. સંજાણ નજીક ની ખાડીમાં ઘોડાપુર આવ્યું હતું. રસ્તાઓ પર વરસાદી પાણીમાં અનેક વાહનચાલકો ફસાયા હતાં.

વાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

વાપીમાં ગુંજન વિસ્તાર સહિત ભડકમોરા, ગીતાનગર, રેલવે ગરનાળામાં પણ ગોઠણ સુધીના પાણી ભરાયા હતાં. વાપીમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદે ઔદ્યોગિક વિસ્તારમાં જનજીવનને માઠી અસર પહોંચાડી હતી.

દમણમાં 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ

આ તરફ દમણમાં પણ સવારના 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે. દમણમાં બસ સ્ટેશન, ડાભેલ, સોમનાથમાં મુખ્ય માર્ગ પર ડિવાઈડર સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. દાદરા નગર હવેલીના સેલવાસ, ખાનવેલમાં પણ 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સેલવાસમાં પણ ઠેર-ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતાં.

આ પણ વાંચો: Jamnagar Rain: ભારે પવન સાથે વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી

મધુબન ડેમમાં 11,4,54 ક્યુસેક નવા પાણીની આવક

ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તો જિલ્લાના નદીનાળા ઉપરાંત સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમમાં પણ નવા નીર આવ્યા હતાં. મધુબન ડેમમાં 11454 ક્યુસેક નવા પાણીની આવક થતા ડેમનું લેવલ 69.35 મીટર પર પહોંચ્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ખેડૂતો અને શહેરીજનો વરસાદની આતુરતાથી રાહ જોતા હતાં. જે મેઘરાજાએ રવિવારે પુરી કરી હતી. સમગ્ર વિસ્તારને તરબોળ કરી દેતા ખેડૂતોમાં પણ ખુશીની હેલી છવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.