- 2010 માં શરૂ કરવામાં આવી હતી સંસ્થા
- દાતાના દાનથી બનેલા કિચન અને ડાઇનિંગ હોલની અર્પણ વિધિ યોજાઈ
- સંસ્થાની કામગીરી બિરદાવી સરકારી સહાય આપવાની ખાતરી આપી આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ પારડીના હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નવનિર્મિત કિચન અને ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કર્યું
વલસાડ: પારડી ખાતે નદીકિનારે આવેલા હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ડૉ. પ્રફુલ મહેતાએ કરી હતી. તેમના દ્વારા સંસ્થામાં વૃદ્ધ લોકોને મેડિકલ હોમની સેવા શરૂ કરવામાં આવી હતી આજે 40 થી વધુ બેડની સુવિધા મેડિકલ હોલમાં કરવામાં આવી છે જે માટે અનેક વૃદ્ધો સારવાર લઇ રહ્યા છે. મેડિકલ હોમમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને ગરમ ભોજન મળે એવા હેતુથી દાતા ડૉ. ઝોયા અને ડૉ. હરિવદન દ્વારા 25 લાખના ખર્ચે નિર્માણ પામેલા કિચન અને ડાઇનિંગ હોલનું આરોગ્યપ્રધાન કુમાર કાનાણી દ્વારા રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
![આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ પારડીના હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નવનિર્મિત કિચન અને ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-helpinghandcheritebaltrust-helthminister-avbb-gj10047_11122020140406_1112f_01222_1033.jpg)
કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉપસ્થિત રહેલા આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને સહકાર તરફની જરૂરી સહાય આપવા માટેની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી જનહિતની છે.
![આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ પારડીના હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નવનિર્મિત કિચન અને ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-helpinghandcheritebaltrust-helthminister-avbb-gj10047_11122020140406_1112f_01222_494.jpg)
![આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ પારડીના હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નવનિર્મિત કિચન અને ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-helpinghandcheritebaltrust-helthminister-avbb-gj10047_11122020140406_1112f_01222_240.jpg)