ETV Bharat / state

વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરી, ત્યજેલી બાળકીને માત્ર 36 કલાકમાં જ માતાપિતાને સોંપી

વલસાડ: જિલ્લામાં આવેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકીને લઈને આવેલા માતાપિતા બાળકીને મૂકીને ચાલ્યા ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા બાળકીના માતાપિતાને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે માત્ર 36 કલાકમાં બાળકીના માતાપિતાને શોધીને બાળકી તેમને હવાલે કરી હતી.

વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરી, ત્યજાયેલી બાળકીને 36 કલાકમાં માતાપિતાને સોંપી
author img

By

Published : Jul 27, 2019, 2:55 AM IST

વલસાડમાં આવેલા બીલીમોરાની સરકારી હોસ્પિટલમાં એક બાળકીનો જન્મ થયો હતો. આ નવજાત બાળકી થોડી નબળી હોવાથી બાળકીના માતાપિતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં બાળકીની સારવાર સારી ચાલી રહી હતી. પરંતુ 4થી 5 દિવસ બાદ બાળકીના માતાપિતા હોસ્પિટલના બિછાને બાળકીને મૂકીને ચાલી ગયા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ થોડા દિવસ રાહ જોઈ, પરંતુ માતાપિતા ન આવતા સિવિલના ડૉક્ટરોએ સીટી પોલીસને જાણ કરી હતી.

વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરી, ત્યજાયેલી બાળકીને 36 કલાકમાં માતાપિતાને સોંપી

આ અંગે પોલીસે વલસાડ જિલ્લો અને અન્ય જગ્યાએ તપાસ કરતા બાળકીના માતાપિતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ શહેર પોલીસે UP અને MPમાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યાંથી બાળકીના માતાપિતા MPના રતલામ શહેરના એક ગામમાંથી મળી આવતા બાળકીને એના માતાપિતાને સોંપી હતી. જોકે માતાપિતા બાળકીને એટલે ત્યજી ગયા હોવાનું પોલીસને જણાવ્યું કે, તેઓ તેના સંતાનને સારવાર આપી શકે તેટલા પૈસા તેમની પાસે ન હતા.

અત્રે નોંધનીય છે કે, ગુનેગારો માટે કડક પોલીસે સૌમ્યતા દાખવીને પોતાના સ્વખર્ચે બાળકીને કપડાં, રમકડા સહિત અન્ય ચીજવસ્તુઓ આપી હતી. આ તપાસ ફક્ત 36 કલાકમાં જ પૂર્ણ કરતા વલસાડની જનતાએ પોલીસ વિભાગની આ કામગીરીને બિરદાવી હતી.

Intro:પોલીસ નામ સાંભળતાની સાથે જ લોકો માં એક ડર નો એહસાસ આવી જાય છે કારણ કે પોલીસ ની છાપ એ પ્રકાર ની રહી છે પરંતુ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજે કામગીરી જે પ્રકારે થઇ છે જેને લઈને સૌ કોઈ આજે પોલીસ પર ગર્વ કરી રહ્યું છે શું છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકીને લઈને આવેલ માતાપિતા બાળકીને મૂકીને ચાલ્યા ગયા હતા આ બાળકીના માતાપિતને માત્ર 36 કલાક માં શોધી બાળકી તેમને હવાલે કરી એટલુ જ નહીં તેને રમકડાં સહિત ચીજો પણ આપી હતી Body:
આજથી એક મહિના અગાઉ બીલીમોરાની સરકારી હોસ્પિટલ માં એક બાળકીનો જન્મ થયો હતો આ નવજાત બાળકી થોડી વિક હોવાથી બાળકીના માતાપિતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં બાળકી સારવાર સારી ચાલી રહી હતી પરંતુ 4 થી 5 દિવસ બાદ બાળકીના વાલી હોસ્પિટલના બિછાને બાળકીને મૂકીને ચાલી ગયા હતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ થોડા દિવસ રાહ જોઈ પરંતુ વાલીઓ ન આવતા સિવિલના ડોક્ટરોએ સીટી પોલીસ ને જાણ કરી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લો અને અન્ય જગ્યાએ તાપસ કરતા બાળકીના વાલીનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ શહેર પોલીસે યુ.પી અને એમ.પી માં તપાસનો દોર શરૂ કરતા બાળકીના માતા-પિતા એમ.પી ના રતલામ શહેર ના એક ગામે થી મળી આવતા બાળકીને એના મા-બાપને સોંપી હતી જોકે માતાપિતા બાળકીને એટલે ત્યજી ગયા હોવાનું પોલીસને જણાવ્યું કે તેઓ તેના સંતાન ને સારવાર આપી શકે તેટલા પૈસા તેમની પાસે હતા નહિ Conclusion:નોંધનીય છે કે ગુન્હેગારો માટે કડક પોલીસે સૌમ્યતા દાખવીને પોતાના સ્વખર્ચે બાળકી ને કપડાં રમકડા સહિત અન્ય ચીજવસ્તુઓ આપી હતી અને આ તપાસ ફક્ત 36કલાક માં જ પૂર્ણ કરતા વલસાડ ની જનતાએ પોલીસ વિભાગ ની આ કામગીરીને વધાવી લીધી હતી

બાઈટ :-મનોજસિંહ ચાવડા (ડીવાયએસપી વલસાડ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.