ETV Bharat / state

Gujarat News: ગુજરાતમાં વલસાડ ફાર્મા કંપનીમાં થયા ધમાકા, 3ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત

author img

By

Published : Feb 28, 2023, 10:49 AM IST

Updated : Feb 28, 2023, 3:13 PM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC માં ગત રાત્રે એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના GIDC માં આવેલ Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં બની હતી. કંપનીમાં રાત્રે 11:30 વાગ્યે અચાનક બોઇલર બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકામાં કંપનીનો સિમેન્ટ કોન્ક્રીટ ના સ્લેબ સાથે બનાવેલ શેડ ધરાશાઈ થયો હતો.

Gujarat News: ગુજરાતમાં વલસાડ ફાર્મા કંપનીમાં થયા ધમાકા, 2ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત

વલસાડ ફાર્મા કંપનીમાં થયા ધમાકા

વલસાડ: વલસાડ જિલ્લામાં સોમવારે રાત્રે એક ફાર્મા કંપનીમાં અચાનક વિસ્ફોટ થતાં બે લોકોના મોત થયા હતા અને અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા. વલસાડના સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોનમાં આવેલી વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં વિસ્ફોટ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વિસ્ફોટ બાદ ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. બે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર ટેન્ડર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

  • Valsad, Gujarat| 2 died & 2 injured in a blast occurred at a company in Sarigam GIDC around 11 pm yesterday night. Reason of the blast is unknown. Rescue operation has been stopped temporarily, to be resumed in the morning. Dead bodies are yet to be identified: SP, Valsad pic.twitter.com/CzOnNetah5

    — ANI (@ANI) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: લાઈટ કેમેરા એક્શન....ફરી એક વખત આવશે ગીરના હીર જેવા સુવર્ણ દિવસો

તાત્કાલિક હાથ ધરાયું રેસ્કયુ ઓપરેશન: બ્લાસ્ટનો ધડાકો એટલો મોટો હતો કે, આસપાસના એકાદ કિલોમીટર સુધીના વિસ્તારમાં તેનું કંપન અનુભવાયું હતું. ધડાકા સાથેની ભીષણ આગને કારણે અફરાતફરી નો માહોલ ઉત્પન્ન થયો હતો. આ ઘટનામાં કંપનીનો શેડ ધરાશાઈ થયો હોય તાત્કાલિક હાથ ધરાયેલ રેસ્કયુ ઓપરેશનમાં 3 જેટલા ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યારે 3 જેટલા કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાની જાણકારી ફાયર ઉપરાંત GPCB, પોલીસ સહિતને કરતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

આગ કયા કેમિકલથી લાગી: જો કે, અગ્નિશામકો આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી શક્યા ન હતા, કારણ કે તેઓ આગ અને વિસ્ફોટનું કારણ બનેલા કેમિકલથી અજાણ હતા. ફાયર વિભાગના કર્મચારી રાહુલ મુરારીએ જણાવ્યું કે, અમને ફોન આવ્યો કે આગ લાગી છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ફાયરમેન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ સુરક્ષા કર્મચારી ન હતો. આગ તાત્કાલિક ઓલવી શકાતી નથી કારણ કે તે પહેલા આગ કયા કેમિકલથી લાગી તે જાણવું જરૂરી હતું.

આ પણ વાંચો: Navsari Crime : ચીખલી બીલીમોરા અનેક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

બચાવ કામગીરી શરૂ: વલસાડ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ગત રાત્રે 11.30 વાગ્યાના સુમારે સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બચાવ કામગીરી રાત્રે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે, જે સવારે ફરી શરૂ કરવામાં આવશે. હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.વલસાડના એસપીએ જણાવ્યું હતું કે, અંદર વધુ લોકો ફસાયા હોવાની વાતને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ હટાવ્યા બાદ જ જાણી શકાશે કે, કેટલા લોકો ફસાયેલા છે. જોકે કંપનીમાં આગ ધીમી હતી. જ્યારે ફાયર વિભાગના લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમની સામે સંકટ ઉભું થયું. બ્લાસ્ટ પહેલા કયા કેમિકલથી આગ લાગી તે અંગે તેઓ જાણતા ન હતા. જેના કારણે ફાયર વિભાગે આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું.

Last Updated : Feb 28, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.