ETV Bharat / state

વાપીમાં સેફટી એલર્ટ પ્રોગ્રામ અંતર્ગત માર્ગદર્શન અપાયું - સેફ્ટી વીક

દેશભરમાં હાલ 50માં નેશનલ સેફટી વિકની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાપી GIDCમાં પણ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વાપી
વાપી
author img

By

Published : Mar 9, 2021, 12:42 PM IST

  • વાપીમાં VIA દ્વારા સેફટી વિકની ઉજવણી
  • ઉદ્યોગોમાં થતા અકસ્માતો અંગે માર્ગદર્શન અપાયું
  • ઉદ્યોગકારોએ સલામતી જાળવવી જોઈએ તેવી અપીલ કરાઈ

વાપી: 50માં સેફ્ટી વીક અંતર્ગત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA) દ્વારા અકસ્માત અને ઇજાઓથી બચવાના ઉપાયો વિશે સેફટી એલર્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના 40 જેટલા કર્મચારીઓને સુરતના યજ્ઞેશ નાયકે ઉદ્યોગોમાં થતા અકસ્માતો અને તેના નિવારણ અંગેની કાળજી કેવી રીતે લેવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

નેશનલ સેફટી વિકની ઉજવણી
નેશનલ સેફટી વિકની ઉજવણી

સેફ્ટી વિક પ્રોગ્રામનું આયોજન

50મા સેફ્ટી વીક અંતર્ગત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (VIA) દ્વારા અકસ્માત અને ઇજાઓથી બચવાના ઉપાયો વિશે સેફ્ટી વિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુદી-જુદી ઇન્ડસ્ટ્રીઝના 40 જેટલા કર્મચારીઓને યજ્ઞેશ નાયકે અકસ્માત નિવારણ માટે લેવાતા પગલાઓમા નવા પ્રકારના કયા સુધારા વધારા કરવા જોઈએ અને કેવા પગલાં લેવા જોઈએ તે વિશે વિગતવાર જાણકારી આપી હતી.

વાપી

આ પણ વાંચો:દ્વારકા: મીઠાપુરના ટાટા કેમિકલ્સના પ્લાન્ટમાં ઈમરજન્સી સ્થિતિની તૈયારી કરવા મોકડ્રીલ યોજાઈ

સેફ્ટી ઓડિટનો ખર્ચ VIA દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ

VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, લોકો અકસ્માત કે ઇજાઓનો ભોગ સેફટીના અભાવને લીધે બને છે, તેથી તેના પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ. ઘણીવાર કોઈ ગેરસમજ કે અફવાઓને કારણે નાનકડો અકસ્માત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી આપણે સલામતી અને સાવચેતીને અનુસરીને અફવાઓથી બચવું જોઈએ. સલામતીના મહત્વને ધ્યાનમાં લઇ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં સલામતી જાળવવા માટે અને સેફ્ટી ઓડિટને પ્રોત્સાહન આપવા માટે સેફ્ટી ઓડિટનો ખર્ચ VIA દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત પણ પ્રકાશ ભદ્રાએ કરી હતી.

અત્યાધુનિક સાધનોથી સજ્જ છે VECC

VIAના સેક્રેટરી સતીષ પટેલે જણાવ્યું હતું કે, VIA સેફ્ટી અને સલામતી પ્રત્યે જાગૃતતા કેળવવા માટે હંમેશા આ પ્રકારના સેફટી પ્રોગ્રામ કરે છે. જેનો ઘણી કંપની તેમજ તેના કામદારોને લાભ મળે છે. જ્યારે સહમાનદ મંત્રી કલ્પેશ વોરાએ વાપી ઇમર્જન્સી કંટ્રોલ સેન્ટર (VECC)ની કામગીરી વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે હાલમાં VECC 24 કલાક કામગીરી બજાવે છે તથા VECCને નવી સાધન સામગ્રીથી પણ સજ્જ કરવામાં આવ્યું છે. જેથી ઈમરજન્સી વખતે તે વધુ ઉપયોગી સાબિત થઈ શકે.

આ પણ વાંચો:રોડ સેફ્ટી વીકનો આરંભ, અકસ્માતો માટેનું મોટું કારણ સામે આવ્યું

અકસ્માત વખતે કંપની પોતાની જવાબદારી નિભાવે

50માં નેશનલ સેફ્ટી વીક કાર્યક્રમ અંતર્ગત ડૉ. વિકાસ જૈન દ્વારા પણ મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. વિકાસ જૈને જણાવ્યું હતું કે, કંપની તેના પ્રોડક્શન, મટીરીયલ તેમજ નફા વિશે જે રીતે સતર્ક રહે છે. તેવી જ રીતે સેફટી વિશે પણ જાગૃતતા દાખવે તો આપણે અનેક નાના-મોટા અકસ્માતો નિવારી શકીશું. ઘણીવાર નાનકડા અકસ્માતને કારણે પણ જો કોઈ કામદારને ઈજા થાય કે તેનું નિધન થાય તો તેના ઇલાજ તેમજ તેના પરિવારના ભરણપોષણની જવાબદારી તથા અન્ય કાનૂની કાર્યવાહી ખૂબ જટિલ બનતી હોય છે. આવા સમયે પણ કંપનીએ મદદરૂપ થવાની કોશિશ કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.