ETV Bharat / state

વલસાડના ડહેલીમાં ઉજ્જવલા યોજના હેઠળ 160 લાભાર્થીઓને ગેસ-ચૂલાનું વિતરણ કરાયુ

વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયત ખાતે આદિજાતિ રાજ્યપ્રધાન, સાંસદ, ધારાસભ્યના હસ્તે ઉજ્જવલા યોજના અંતર્ગત 160 લાભાર્થીઓને ગેસ-ચૂલાનું વિતરણ અને સ્મશાન ભુમી માટે દાતાઓના સહયોગથી મળેલ મોક્ષરથનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ પ્રધાને વલસાડ જિલ્લામાં મંજુર થયેલા આવાસ યોજના હેઠળના 4500 આવાસોનું કામ વેગવંતુ બનાવવા TDOને ટકોર કરી હતી.

etv bharat valsad
author img

By

Published : Aug 13, 2019, 4:16 AM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે ગ્રામ પંચાયત, જૈન સોશ્યલ ગ્રૂપ, BSF,સ્થાનિક ઔદ્યોગિક એકમના ઉદ્યોગકાર અને દાતાઓના સહયોગથી સુંદર વૈકુંઠધામ બનાવવામાં આવ્યું છે. આ વૈકુંઠધામમાં મોક્ષરથની જરૂરિયાત હોવાથી ગ્રામ પંચાયત અને અન્ય દાતાઓના સહયોગથી મોક્ષરથની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના 160 લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ-ચૂલાના વિતરણ કાર્યક્રમ અને મોક્ષરથના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગામના અગ્રણી નાગરિકો, લાભાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના આદિજાતિ અને વન પર્યાવરણ પ્રધાન રમણ પાટકર, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે. સી. પટેલ, પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા પ્રમુખ કનું દેસાઈએ લાભાર્થીઓને ગેસ-ચૂલાનું વિતરણ અને મોક્ષરસથનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકામાં 18 હજાર ઘરોમાં ગેસ પાઈપલાઈન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત તમામ ગેસની જરૂરિયાતવાળા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ-ચૂલાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉમરગામ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતમાં મોટું સ્મશાન બનાવવા સરકાર તરફથી 5 લાખની સહાય કરવામાં આવી રહી છે. વૈકુંઠધામ ધામ બાગ-બગીચા સાથેનું સુવિધા સજ્જ વૈકુંઠધામ છે. જે દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

વલસાડના ડહેલીમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ ચૂલા વિતરણ કરાયું

રમણ પાટકરે કહ્યુ કે, થોડા દિવસ પહેલા 15 જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સરકારી સહાયના હપ્તા મળ્યા નથી. આવાસો તૈયાર થાય નથી. એ અંગે ઉમરગામ TDOને પત્ર લખી ખુલાસો માંગ્યો છે.

કાર્યક્રમમમાં ઉપસ્થિત વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થવાથી કાશ્મીર પ્રગતિના પંથે આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિતશાહને અભિનંદન આપ્યા હતા.ડહેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ,તલાટી સહિત તમામ આગેવાનો, દાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયત ખાતે આદિજાતિ રાજ્યપ્રધાન, સાંસદ, ધારાસભ્યના હસ્તે ઉજ્જવલા યોજના અંતર્ગત 160 લાભાર્થીઓને ગેસ-ચૂલાનું વિતરણ અને સ્મશાન ભુમી માટે દાતાઓના સહયોગથી મળેલ મોક્ષરથનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે, આદિજાતિ પ્રધાને વલસાડ જિલ્લામાં મંજુર થયેલા આવાસ યોજના હેઠળના 4500 આવાસોનું કામ મંથરગતિએ ચાલતું હોય તેને વેગવંતુ બનાવવા TDO ને ટકોર કરી હતી. તો, વલસાડ સાંસદે કાશ્મીરમાં 370ની કલમ રદ્દ થયા બાદ કાશ્મીરમાં ખૂબ પ્રગતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કયો હતો.

Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે ગ્રામ પંચાયત, જૈન સોશ્યલ ગ્રૂપ, BSF, સ્થાનિક ઔદ્યોગિક એકમના ઉદ્યોગકાર અને દાતાઓના સહયોગથી સુંદર વૈકુંઠધામ બનાવવામાં આવ્યું છે. આ વૈકુંઠધામમાં મોક્ષરથની તાતી જરૂરિયાત હોય ગ્રામ પંચાયત અને અન્ય દાતાઓના સહયોગથી મોક્ષરથની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના 160 લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ-ચૂલાના વિતરણ કાર્યક્રમ અને મોક્ષરથના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગામના અગ્રણી નાગરિકો, લાભાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના આદિજાતિ અને વન પર્યાવરણ પ્રધાન રમણ પાટકર, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે. સી. પટેલ, પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા પ્રમુખ કનું દેસાઈએ લાભાર્થીઓને ગેસ-ચૂલાનું વિતરણ અને મોક્ષરસથનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકામાં 18 હજાર ઘરોમાં ગેસ પાઈપલાઈન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત તમામ ગેસની જરૂરિયાતવાળા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ-ચૂલાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે ઉમરગામ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતમાં મોટું સ્મશાન બનાવવા સરકાર તરફથી 5 લાખની સહાય કરવામાં આવી રહી છે. ઉમરગામ તાલુકામાં હાલ 17 મોટા વૈકુંઠધામ અને બાકીના નાનામોટા ફળિયામાં નાના વૈકુંઠધામ મળી કુલ 46 વૈકુંઠધામ બનાવવામાં આવ્યા છે. જેમાં ડહેલીનું વૈકુંઠધામ ધામ બાગ-બગીચા સાથેનું સુવિધા સજ્જ વૈકુંઠધામ છે. જે દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યું છે. એજ રીતે મોક્ષરથનું પણ દાતાઓના સહયોથી લોકાર્પણ કરવામાં આવ્યું છે.

રમણ પાટકરે આ પ્રસંગે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા 15 જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવી વિગતો જાણવા મળી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં 4500 આવાસને મંજૂરી મળી છે. પરંતુ, તે કામ મંથરગતિએ ચાલી રહ્યું છે. લાભાર્થીઓને સરકારી સહાયના હપ્તા મળ્યા નથી. આવાસો તૈયાર થાય નથી એ અંગે ઉમરગામ TDO ને પત્ર લખી ખુલાસો માંગ્યો છે. અને આ કામ કેમ વહેલી તકે પુરા કરવામાં નથી આવ્યા તે અંગેનું કારણ રજૂ કરવા જણાવ્યું છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની યોજના છે. 2022 સુધીમાં દરેકને પાકું મકાન મળે તેવી શુભ ભાવના પ્રધાનમંત્રીની છે. માટે દરેક લાભાર્થીઓને વહેલી તકે આવાસ મળે તે માટે TDO ને કાર્યક્રમ દરમ્યાન ટકોર કરી છે.

કાર્યક્રમમમાં ઉપસ્થિત વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થવાથી કાશ્મીર પ્રગતી ના પંથે આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, આ કલમ 1947માં દેશ આઝાદ થયો તે બાદ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ લગાવીને ગંભીર ભૂલ કરી હોવાનું જણાવ્યું હતું. કલમ 370ને લોકસભાના 370 સભ્યોના સહયોગથી રદ્દ કરવામાં આવી છે. તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિતશાહને અભિનંદન આપી, આ પગલું સાહસીક કદમ હોવાનું જણાવ્યું હતું.

Conclusion:ડહેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ,તલાટી સહિત તમામ આગેવાનો, દાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

bite :- 01, રમણ પાટકર, રાજ્યપ્રધાન, આદિજાતિ અને વન

bite :- 02, ડૉ. કે. સિ. પટેલ, સાંસદ, વલસાડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.